રાહુલ ગાંધીનો માસ્ટરપ્લાન / ભાજપ અને આપ સક્રિય થતા રાહુલ ગાંધી કરશે મોટું એલાન.

રાહુલ ગાંધી આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા છે. ભાજપે ગુજરાતમાં સત્તા પરિવર્તન કર્યું પછી કોંગ્રેસે પણ પંજાબમાંસત્તા પરિવર્તન કર્યું. વળી ભાજપ તો 2020 માં સાત રાજ્યમાં અડધા ધારાસભ્યોને કાપી નાખવા માંગે છે કોંગ્રેસે પણ ભાજપના સપાટાબંધ નિર્ણયોમાં થી શીખ લઈને પરિવર્તન કરવાનું મન બનાવ્યું હોય એમ લાગે છે.

ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ કશું ન કરતા જાણવા મળે છે. વળી સત્તાપક્ષ સામે તેમની સાઠગાંઠ પણ અજાણી નથી. એટલે હવે ગુજરાત કોંગ્રેસમાં ધરમૂળથી પરિવર્તન ની જરૂર છે.

આગામી ઓક્ટોબર માસમાં કોંગ્રેસના સંયોજકની એક બેઠક મળવા જઇ રહી છે. આ બેઠકમાં ભાગ લેવા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા છે. કોંગ્રેસ હાઈ કમાન્ડ પણ કઠોર નિર્ણય લઇ રહી છે.

પંજાબમાં આંતરિક ડખા વધતા સરકારમાં પરિવર્તન કરાવ્યું છે. હવે રાજસ્થાન નો વારો છે. રાજસ્થાનમાં કેબિનેટના વિસ્તરણ બાદ હાઈ કમાન્ડ ગુજરાત કોંગ્રેસમાં મોટુ પરિવર્તન કરવાના મૂડમાં છે.

ગુજરાતમાં ભાજપની સત્તા છે પરંતુ નરેન્દ્ર મોદી ની વિદાય પછી ભાજપના સ્થિરતા જોવા મળતી નથી. પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં સરકાર નિષ્ફળ જઇ રહી છે. એટલે એક પછી એક મુખ્યમંત્રીઓ બદલાઈ રહ્યા છે.

ગુજરાતની તકનો લાભ ઉઠાવીને આમ આદમી પાર્ટી ભારે સક્રિય બની છે. લોકોમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે. એટલે ભાજપે સક્રિયતા દાખવી છે. હવે કોંગ્રેસ પણ સળવળાટ જોવા મળી રહ્યો છે.

સૂત્રો અનુસાર ઓક્ટોબરમાં અમદાવાદમાં કોંગ્રેસના સંયોજકો ની એક બેઠક આયોજીત કરાઇ છે. આગામી વિધાનસભાની ચૂંટણીને પગલે બુથ મેનેજમેન્ટની આયોજન કરાયું છે.

ગુજરાત કોંગ્રેસે સંયોજકો ની બેઠકમાં ભાગ લેવા રાહુલ ગાંધીને આમંત્રણ પાઠવ્યું છે. રાહુલ ગાંધી આમંત્રણ સ્વીકાર કરશે. ત્યાર બાદ કોંગ્રેસ સત્તાવાર કાર્યક્રમ જાહેરાત કરશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *