આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી

24 કલાકમાં રાજ્યના 148 તાલુકામાં સારો વરસાદ જોવા મળ્યો છે. બનાસકાંઠા પાટણ મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતના એક દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ પાટણ વડોદરા શહેરમાં ભારે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે.

રાજ્યમાં વરસાદનું જોર ફરી એકવાર વધ્યું છે ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે રાજ્યની નદીઓમાં પાણી છોડાઈ રહ્યું છે. આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગઈકાલે રાજ્યના ઉત્તર ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ મહેસાણામાં થયો હતો. આજે પાટણમાં ધોધમાર વરસાદ થયો છે. શ્રાવણ માસમાં વરસાદનું જોર વધ્યા બાદ આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ઓગસ્ટ મહિનાના અંતમાં સારા વરસાદને લઈને સંભાવના વ્યક્ત કરવામાં આવ્યું છે. આવતા મહિનામાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે અનેક રાજ્યમાં સારા વરસાદને લઈને અંધાણો વ્યક્ત કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે સો ટકા વરસાદ થઈ ગયો છે.

ગઈકાલે સૌથી વધારે મહેસાણામાં વરસાદ નોંધાયો હતો. આજે પણ ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર મહિના દરમિયાન તારીખ 12 અને 13 ના રોજ ધોધમાર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચાર દિવસ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, તાપી, દાદરા નગર હવેલી માં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *