આગામી બે દિવસ વરસાદ ની આગાહી, રાજ્યના આ વિસ્તારમાં સારો વરસાદ…
રાજ્યમાં વરસાદી માહોલ ધમાકેદાર ચાલી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે, હજુ પણ ગુજરાતમાં સારો વરસાદ થઇ શકે છે. રાજ્યમાં બે દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
તો કેટલાક લોકો બેઘર થઈ ગયા છે. કારણ કે, તેમના ઘર પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ત્યારે હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં એક રાજ્યમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો હતો. જેને લીધે અનેક ડેમમાં પાણીની ખૂબ એવી સારી આવક થઈ છે. તો ગુજરાત રાજ્યના જળાશયોમાં નવા નીર આવ્યા છે.
એવા મહત્વના ટકા વરસાદન18% ઘટ જણાઈ રહી છે. ત્યારે આ મહિનો પૂરો થતાં તે ઘટ્ટ પણ પૂર્ણ થઈ જશે. તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
લો પ્રેશર સક્રિય થતા દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી મધ્યમથી ભારે વરસાદ ખાબકી શકે છે. તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને જિલ્લામાં સારો એવો વરસાદ જેવા કે અરવલ્લી, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, સાણંદ, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સારો વરસાદ થઇ શકે છે.
તો બીજી તરફ દાહોદ પંચમહાલ, મહેસાણા, મહીસાગર માં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં પણ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. અને વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!