15 અને 16 ઓગસ્ટ ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે ભુક્કા કાઢી નાખે તેવા વરસાદને લઈને આગાહી

રાજ્યમાં હવામાન વિભાગે પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. જોકે 15 અને 16 ઓગસ્ટે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ દરમિયાન જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે, અને જિલ્લાના કેટલાક સ્થળોએ માધ્યમથી ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં પાંચ દિવસ ધોધમાર વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. તારીખ 15 અને 16 ઓગસ્ટના રોજ ભારેથી અતિ ભારે વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.

બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે કેટલાક પંથકોમાં મધ્યમથી ભારે વરસાદ ખાબક્યો છે કે, એક વિસ્તારોમાં ધીમો તો ક્યાંક વસદારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. જૂનાગઢના માંગરોળમાં સારો વરસાદ જોવા મળ્યો છે.

રાજ્યમાં આગામી દિવસે સારા વરસાદને લઈને ભાગે મોટા એંધાણો વ્યક્ત કર્યા છે. તારીખ 15 અને 16 ઓગસ્ટના રોજ હવામાન વિભાગ એ ભારતીય અતિ ભારે વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

રાજ્યમાં હવામાન વિભાગ આગામી પાંચ દિવસ ભારે વરસાદને લઈને અંધાણો વ્યક્ત કર્યા છે. દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં આવેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

જેના પગલે અનેક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે, અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, દેવભૂમિ  સહિતના વિસ્તારમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.