વરસાદની રેલમછેલ / હવામાન વિભાગ દ્વારા હજુ પણ આટલા દિવસ ની ભારે વરસાદની આગાહી..

રાજકોટમાં હેત વરસાવવા ના બદલે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા 12 થી 24 કલાકમાં જ અંદાજે 17 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. પરિણામે પાણી થી રાજકોટ ને માત્ર નહીં સમગ્ર પંથક જળ મગ્ન બની ગયો. ગ્રામીણ વિસ્તારમાં તેમજ ખેતરોમાં પણ પાણી ભરાઇ જતા નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો નું નિર્માણ થયું હતું.

સડકો પર પણ પાણી ફરી વળ્યા હતા.રાજકોટના પાલ ગામ માં તો કેડ સુધી પાણી ભરાઈ જતાં ઘોડી હોડી પણ ડૂબી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

ગામના મંદિરોમાં કેડ સુધી પાણી ભરાઈ ગયા હતા. અને મંદિર જાડેજો સમાધિ લીધી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મંદિરનાં ખૂણે નજર કરીએ ત્યાં પાણી નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું હતું.

મંદિર નો અડધો ભાગ જ પાણીમાં જોવા મળી રહ્યો હતો. જ્યારે અડધા મંદિર જળસમાધિ લઇ લીધી છે, તેવું લાગી રહ્યું હતું. વરસાદ રાજકોટ જિલ્લામાં કેવો વરસ્યો છે, અને કેવી તારા જેવી છે ત્યાં દ્રશ્ય પરથી જ તમને સમજાય છે.

મેઘરાજાના મુશળધાર વરસાદને કારણે એક કોઝવે ધરાશાયી થયો છે.રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલું વધારે વરસાદને કારણે તંત્ર એલર્ટ થઈ ગયું છે. અને એનડીઆરએફની ટીમો ને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

જોકે રાહતની વાત એ છે કે, કોઈ જાનહાનિ હજુ સુધી સમાચાર મળ્યા નથી. જે પ્રકારે મેઘરાજાએ તાંડવ કર્યું છે, તે આગામી સમયમાં સ્થિતિ વિકટ બને તો નવાઈ નહીં.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *