ગુજરાતમાં આગામી 24 કલાક ધોધમાર વરસાદની આગાહી, કેટલા જિલ્લામાં વરસાદી માહોલ
ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ માહોલ જામ્યો છે ત્યારે રાજ્યમાં આગામી બેથી ત્રણ દિવસ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ગુજરાતમાં આગામી સમયમાં વરસાદનો જોર યથાવત રહેશે. તેમજ અનેક જિલ્લામાં મુશળધાર વરસાદ પડવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે.
આગામી દિવસોમાં વરસાદનું જોર મધ્યમ વરસાદથી ભારે વરસાદ સુધીનું રહેશે. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે બનાસકાંઠા, અરવલ્લી, મહાસાગર અને પાટણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન આગાહી મુજબ પોરબંદર વલસાડ, નવસારી અને ગીર-સોમનાથ સહિતના પંથકોમાં ભારે વરસાદ વરસી શકે છે. તેમ જ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત શહેર ના વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે છે.મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં સિઝનનો 33 ટકા વરસાદ નોંધાયો છે.
ગુજરાત રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં નોંધાયો છે. વલસાડમાં 33.70 ટકા વરસાદ નોંધાયો છે આ ઉપરાંત ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં 20.23 એ જ સાથે સીઝનનો સૌથી વધુ તો 35.19 ટકા વરસાદ નોંધાયો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!