ગુજરાતમાં વરસાદની ધમધોકાર એન્ટ્રી, આ 36 ડેમ સંપૂર્ણ ભરાયા, 23 ડેમ..

ગુજરાતમાં વરસાદ પડતા 207 ડેમ પૈકી 23 ડેમો સંપૂર્ણ છલકાયા છે. અઠવાડિયા પહેલા ગુજરાતમાં માણસા ડેમો 100 ટકા ભરાયેલા હતા, એટલું જ નહીં પરંતુ રાજ્યમાં વરસાદની તોફાની ઈનિંગ ને પગલે 36 ડેમ એવા છે કે જેમાં 90 ટકા કરતાં પણ વધુ પાણી ભરાયેલા છે, ત્યાં હાયએલર્ટ આપવામાં આવ્યું છે.

રાજકોટમાં હેત વરસાવવા ના બદલે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા 12 થી 24 કલાકમાં જ અંદાજે 17 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. પરિણામે પાણી થી રાજકોટ ને માત્ર નહીં સમગ્ર પંથક જળ મગ્ન બની ગયો.

ગ્રામીણ વિસ્તારમાં તેમજ ખેતરોમાં પણ પાણી ભરાઇ જતા નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો નું નિર્માણ થયું હતું. સડકો પર પણ પાણી ફરી વળ્યા હતા.

રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલું વધારે વરસાદને કારણે તંત્ર એલર્ટ થઈ ગયું છે. અને એનડીઆરએફની ટીમો ને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

જોકે રાહતની વાત એ છે કે, કોઈ જાનહાનિ હજુ સુધી સમાચાર મળ્યા નથી. જે પ્રકારે મેઘરાજાએ તાંડવ કર્યું છે, તે આગામી સમયમાં સ્થિતિ વિકટ બને તો નવાઈ નહીં.

રાજકોટના પાલ ગામ માં તો કેડ સુધી પાણી ભરાઈ જતાં  હોડી પણ ડૂબી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *