વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતા વરસાદના વધુ એક રાઉન્ડને લઈને નિષ્ણાંતોએ કરી આગાહી, મેઘરાજા બોલાવશે ધબડાસટી

દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ કેટલાક જિલ્લામાં મેઘરાજા મને મૂકીને વર્ષ થયા છે. નર્મદા નદીકાંઠા વિસ્તારમાં લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ રાજ્યના અને જિલ્લામાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે અમરેલી, ભાવનગર, દાહોદ, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, નવસારી અને વલસાડ સહિતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસશે.

તમને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડે જળબંબાકાર ની સ્થિતિ સર્જી છે. દક્ષિણ ગુજરાતના લગભગ અનેક જિલ્લામાં મેઘરાજા બોલાવી છે. મહત્વનું છે કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગઈકાલે ડાંગ, આહવા અને સાપુતારામાં સારો વરસાદ થયો છે. વરસાદને કારણે રોડ રસ્તામાં પાણી ભરાયા છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નવસારી, વલસાડ અને ડાંગમાં વધુ એક મેઘ મહેર જોવા મળી રહી છે. ગઈકાલે સમી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે.

ગુજરાતની જીવા દોરી સમાન સદા સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. જેને લઇને તંત્રએ વધુ પાણી છોડવાનો નિર્ણય લીધો છે. નર્મદા ડેમમાં ડાઉન સ્ટ્રીમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

તેમજ ભરૂચ નજીક નર્મદાનું જળસ્તર વધવાથી તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. નદી કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા માટે વહીવટી તંત્ર એ અપીલ કરી છે. આજે પણ રાજ્યના અને જિલ્લામાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં પાંચ દિવસ વરસાદ વરસી શકે છે. સામાન્ય વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી પાંચ દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે. અમદાવાદ તથા ગાંધીનગરમાં હળવા ઝાપટા પડવાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *