રાજ્યમાં વરસાદી માહોલ, જાણો કયા કયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી..

રાજ્યમાં શ્રાવણ માસના અંતમાં ધમધોકાર વરસાદ થયો હતો. આગામી પાંચ સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ધરતીપુત્રોએ વધામણા કર્યા હતા.દુષ્કાળના ભણકાર વચ્ચે પૂછી ના સમાચાર આવ્યા છે કારણ કે શ્રાવણ માસના અંતમાં અંતે શિવજીની રાજ્યભરમાં લોકો પર મહેર થઇ છે, જ્યાં લોકોને દુષ્કાળ દેખાઈ રહ્યો હતો.

ત્યાં લોકો પોતાની મહેનતને સુકાતી જઈ રહી હતી, ત્યાં હવે આશાનું એક કિરણ જાગ્યું છે.સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં ગત રાત્રિથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

ગિરનાર જંગલ વિસ્તારમાં ભારે વરસાદને કારણે નદી-નાળાં છલકાઈ ગયા છે. તો ગીર-સોમનાથ જિલ્લાની જીવાદોરી એવા હિરણ-2 સિંચાઈ યોજનામાં પણ નવા નીર નું આગમન થયું છે.

જે ડેમ તળિયાઝાટક હતો, તે ડેમ ભરાવાની આશા જાગી છે. કારણ કે ગીરના જંગલમાંથી નિકળતી હીરણ નદીમાં પુર આવ્યું છે.આ સિવાય પણ ઉના, કોડીનાર, વેરાવળ, સુત્રાપાડા સહિતના તાલુકામાં પણ નદી બે કાંઠે વહી રહી છે.

આ તરફ જૂનાગઢ જિલ્લામાં પણ 1 થી 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેને પગલે ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. જુનાગઢ સિવાય પોરબંદર, જામનગર, અમરેલી, રાજકોટ, જેતપુર અને ભાવનગર સહિતના પંથકમાં પણ સારા વરસાદની શરૂઆત થતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાઈ રહ્યો છે.

આ તરફ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થઇ રહ્યો છે.આમ ખેડૂતોમાં ફરી એકવાર આશાનું કિરણ જાગ્યું છે, અને નદી-નાળામાં નવા પાણી ના નીર આવ્યા છે. તેમજ ઘણા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે, અને આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *