રાજનાથસિંહે પીએમ નરેન્દ્ર મોદીને કહ્યું કે, ગુજરાત ભાજપ નેતાઓના પગ જમીન પર…
નર્મદા કેવડિયા કોલોનીમાં બે દિવસથી ચાલી રહેલ ગુજરાત ભાજપની કાર્યકારણી બેઠક બીજા દિવસે કેન્દ્રિય રક્ષા મંત્રી રાજનાથ એક માર્મિક ટકોર કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં ધરાતલ પર રહેવાનું કૌશલ્ય હોવું જોઈએ. નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી માં છેલ્લા બે દિવસથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કાર્યકારણી બેઠક ચાલી રહી છે.
આ તકે રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના ઉદબોધનમાં ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા એક માર્મિક ટકોર કરી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉદાહરણ આપતા કરેલ કાર્ય કરતા પોતાના ગળે બાંધી ભાટી ના કામ માટે જોતરાયેલા રહે તેવો આશય હતો.
રાજનાથ સિંહ જણાવ્યું કે, ભાજપનો કાર્યકર ગમે તે પદ પર હોય પરંતુ કાર્યકર જ હોવાનો એહેસાસ તેમના મનમાં રહેવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, વર્ષ 2014માં ચૂંટણીના પરિણામ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મને ફોન આવ્યો હતો કે, તેઓએ મને ફોનમાં કહ્યું કે, મારે તેમના રિપોર્ટ આપવો છે.
કાર્યકર તરીકે તેઓએ આ એક એવી ઉદ્દાત ભાવના વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત થયા હતા. ચૂંટણીમાં જવલંત વિજય છતાં એક કાર્યકર તરીકે તેઓ જે ભાવ હતો, તે ભાવ સાથે ભાજપ કાર્યકર કામ કરે છે.
કેવડિયામાં ભાજપ કાર્યકારણી નું શુક્રવારે અંતિમ દિવસ છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાર્ટીની આગેવાનીમાં આ બીજી કાર્યકારણી બેઠક છે. આગામી વર્ષે 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે,
ત્યારે ભાજપના દરેક કાર્યકર અને પદાધિકારીઓ આગામી રણનીતિ અને ગુજરાતમાં ભાજપને વધારે કઈ રીતે મજબૂત બનાવવું તે સાથે રોડમેપ નું અહિ માર્ગદર્શન અપાયું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!