ખેડૂત મહાપંચાયત ને લઈને રાકેશ ટીકૈત નું મોટું નિવેદન કહ્યું કે, અમને રોક્યા તો…

મુજફફરનગરમાં 5 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે ખેડૂતોની મહાપંચાયત થવાની છે. જેને લઇને પોલીસ એલર્ટ મોડમાં છે.મુજફફરનગર અને તેની આસપાસના જિલ્લાઓમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. પ્રશાસન દ્વારા પણ મહાપંચાયત જાહેર થશે. તેની આસપાસના વિસ્તારોમાં આઇપીએસ ઓફિસરો મોકલવામાં આવશે.

મહાપંચાયત વખતે મુજફફરનગર મા ઉપરી પોલીસ અધિકારીઓ પર હાજર રહેવાના છે. મોટાભાગના ઉપરી અધિકારીઓ હાજર એટલા માટે રહેવાના છે.

કે ત્યાં કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન બને બીજી તરફ તેમાં રાકેશ ટિકૈટ નું કહેવું છે કે, મહાપંચાયત માં કેટલાક ખેડૂતો સામેલ થશે તે હજુ જણાવી ન શકાય.

પરંતુ તેમણે એવા વાયદા કર્યા છે કે, મોટી સંખ્યામાં ખેડૂતો પંચાયતમાં સામેલ થશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોને પંચાયતમાં જતાં કોઈ રોકી ન શકે. કોઈ સરકારી કાર્યક્રમ નથી જો કોઈ રોકશે, તો તોડીને અંદર જઈશું.

રાકેશ ટીકેતે સમગ્ર મામલે કહ્યું કે, તેમણે તેના કાર્યકરો ને બધી જગ્યાએ જવાબદારી સોંપી છે. ખેડૂતો પણ પહોંચવાની શરૂ થઈ ગયા છે.ખેડૂતો ત્યાં પહોંચી તા થઈ ગયા છે.

જેને લઇ તેમને માટે બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ખેડૂત આંદોલન વાળી જગ્યાઓ પરથી પણ ખેડૂતો આવી રહ્યા છે. પરંતુ મોટાભાગના ખેડૂતો ગામડાઓમાંથી આવી રહ્યા છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *