Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રામજીભાઈ કચ્છીએ કરી મોટી આગાહી, આ તારીખે ગુજરાતમાં ધોધમાર વરસાદ થશે શરૂ, વાવાઝોડા સાથે.. - GUJJUFAN

રામજીભાઈ કચ્છીએ કરી મોટી આગાહી, આ તારીખે ગુજરાતમાં ધોધમાર વરસાદ થશે શરૂ, વાવાઝોડા સાથે..

વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા ત્રણથી ચાર દિવસ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટ અને વલસાડ જિલ્લાના વિસ્તારોમાં વરસાદ થયો છે. કમોસમી વરસાદને કારણે કેરી પકવતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ત્યારે ગુજરાતના હવામાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાંની આગાહી કરી છે, સાથે સાથે ભારે પવનને લઈને પણ એલર્ટ જાહેર કરાયું છે.

આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મીની વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન આગાહી કાર દ્વારા ફરી એકવાર ચોમાસું પવન અને વાવાઝોડાને લઈને આગાહી કરવામાં આવી છે.

આજ રોહિણી નક્ષત્ર બેસી ગયું છે. આ નક્ષત્ર પરથી ચોમાસુ કેવું રહેશે તેને લઈને જાણીતા નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી કરી છે. સાથે જ રોહિણી નક્ષત્ર દરમિયાન સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.

તેમણે જણાવ્યું હતું કે, તારીખ 20મી મેના રોજ ભારતીય હવામાન વિભાગે દક્ષીણ પશ્ચિમ ચોમાસું, અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડીમાં પહોંચ્યા બાદ પરિબળો અનુકૂળ હોવાથી આગળ વધ્યું નથી.

જોકે 27 અને 28 મેના રોજ પહોંચી જશે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. પવનનું જોર વધુ જોવા મળશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

આગામી 30 તારીખ સુધી ભારેપવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 30 તારીખ સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. ગુજરાતના છૂટા છવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

ગુજરાતના છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી રામજીભાઈ કચ્છી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે તેઓએ જણાવ્યું હતું કે, પ્રિમોન્સૂન એક્ટિવિટી અઠવાડિયે બરાબર નહીં રહે

તેને નોંધ આપતા જણાવ્યું હતું કે વાવાઝોડા અને વરસાદની વધુ માહિતી માટે ભારતીય હવામાન વિભાગની જે વખતની સૂચનાઓ છે, તેને પાલન કરવાનું રહેશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *