નરેશ પટેલ રાજકારણમાં જોડાવાને લઈને ખોડલધામના પ્રવક્તાએ કહ્યું, આ વાત ખોટી નરેશભાઈ…

નરેશ પટેલની રાજકારણમાં પ્રવેશ ને લઈને ખોડલધામ પ્રવક્તા નું નિવેદન સામે આવ્યું છે. નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવા ની વાત ખોટી છે, તેવું હસમુખ લુણાગરિયા એ જણાવ્યું હતું હસમુખ લુણાગરિયા એ કહ્યું હતું કે, રાજકીય આગેવાનો પોતે પોતાની રીતે સ્ટેટમેન્ટ આપતા હોય છે. 2022 નું વર્ષે એટલે કે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીનું સેમિફાઇનલ વર્ષ રૂપિયો પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થઇ છે.

ત્યારે દરેક દેશમાં રાજકીય પાર્ટીઓ નું ધ્યાન હવે ગુજરાત પર કેન્દ્રિત છે. ત્યારે ચૂંટણી પહેલા છેલ્લા એક મહિનાથી વધુ સમયથી એવી ચર્ચાએ વેગ પકડ્યો છે કે, નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રી થવાની છે.

અનેક અટકળો બાદ હવે નરેશ પટેલ કોંગ્રેસમાં રાજકારણ એન્ટ્રી કરશે તેવું સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે. જેની વચ્ચે રાજકોટ ખોડલધામ પ્રવક્તા હસમુખ લુણાગરિયા મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા ની વાત ખોટી છે.

ખોડલધામના આગેવાનોની લુણાગરિયા એ વધુમાં જણાવ્યું હતું કે નરેશ પટેલ હાલ કોઈ પાર્ટી સાથે જોડાયા નથી. આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા છે.

પાટીદાર સમાજનો મોટો ચહેરો ગણાતા એવા નરેશ પટેલ છેલ્લા કેટલાક સમયથી રાજકારણમાં જોડાશે, તેવી ચર્ચાએ વેગ પકડ્યું છે. ત્યારે 2022 વિધાનસભામાં એક મહત્વના મળશે તેવી રાજકીય ચર્ચા ચાલી રહી છે.

ત્યારે હાલ એવી ચર્ચાએ વેગ પકડ્યો છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઇ શકે છે, અને નરેશ પટેલ કોંગ્રેસના મુખ્યમંત્રી નો ચહેરો બની શકે છે ? આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને અનેક પડઘમ વાગી રહ્યા છે.

ત્યારે નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીને લઈને અનેક તર્ક વિતર્કો સર્જાયા રહ્યા છે. હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં !

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *