Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ગુજરાતમાં નવરાત્રી અને ભાદરવી પૂનમના મેળાને લઇને, નીતિન પટેલે આપ્યુ મોટું નિવેદન, જાણો છૂટ મળશે કે નહીં ! - GUJJUFAN

ગુજરાતમાં નવરાત્રી અને ભાદરવી પૂનમના મેળાને લઇને, નીતિન પટેલે આપ્યુ મોટું નિવેદન, જાણો છૂટ મળશે કે નહીં !

ગુજરાતના મહામારી વચ્ચે ગત વર્ષે લોકો તહેવાર ધામધૂમથી ઉજવી શક્યા નહોતા. પરંતુ મહામારીની બીજી રહેલું સંક્રમણ ઘટતાં રાજય સરકાર દ્વારા લોકોને તહેવારોની ઉજવણી કરવા માટે મંજૂરી આપવામાં આવી રહી છે. સાતમ આઠમના પર્વ નિમિત્તે રાજ્ય સરકારે રાજ્યના તમામ મંદિરોમાં જન્માષ્ટમી ઉત્સવની મંજૂરી આપી હતી, પરંતુ મહામારીની ગાઈડલાઈન નું પાલન કરવાનું પણ જણાવ્યું હતું.

ત્યાર બાદ રાજ્યના તમામ મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી થઈ હતી, ત્યારે આગામી દિવસોમાં નવરાત્રી અને ભાદરવી પૂનમ નો તહેવાર આવી રહ્યો છે. તેને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પરંતુ આ વખતે રાસ-ગરબાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે કે નહીં, તે બાબતે લોકોને માજી ચિંતા જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ગણેશ મહોત્સવમાં પણ રાજ્ય સરકારે કેટલીક છૂટછાટો આપી છે,

તેને જોતા લોકોને એવું લાગી રહ્યું છે કે સરકાર નવરાત્રિમાં મહામારીની ગાઈડલાઈન ના પાલન સાથે ગરબાને માટે મંજૂરી આપી શકે છે.

ત્યારે આ બાબતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી પટેલ દ્વારા મહત્વનું નિવેદન સામે આવ્યું છે કે, લોકોના લોકપ્રિય તહેવાર હોય એટલે કે નવરાત્રિ અને ભાદરવી. પૂનમ અંબાજી માતા સહિત દરેક માતાજીના મંદિરે લાખો પદયાત્રીઓ દર્શન કરવા જાય છે.

તેવા તહેવાર પણ નજીક આવી રહ્યા છે. આ તહેવાર અંગે કેવા પ્રકારની સુવિધા છૂટછાટો અને નિયમો લાગુ કરવા તે અંગે ચર્ચા-વિચારણા કરીને યોગ્ય નિર્ણય કરીશું, અને સમયસર તેને જાહેર કરીશું.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, તાજેતરમાં જન્માષ્ટમી તહેવારો લોકોએ ખૂબ આનંદ ઉલ્લાસ આવ્યા છે. સરકારે પણ નિયમોના પાલન અને તમામ મંદિરો લખવા છૂટ આપી હતી, ત્યારે હવે નવરાત્રી ને લઈને સરકાર કોર કમિટીમાં ચર્ચા વિચારણા કરશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *