આમ આદમી પાર્ટી દ્વારા હાલ જનવેદના કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત વલસાડના ધરમપુર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સુરતના જાણીતા સેવાભાવી આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીએ જણાવ્યું કે, 2021માં રાજ્યના મુખ્યમંત્રી બદલાયા છે, અને 2022માં ગુજરાતની સરકાર પણ બદલાશે.
સવાણીએ પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારને આડા હાથે લીધા છે. મહેશ સવાણીએ જણાવ્યું કે ભાજપે આશીર્વાદ યાત્રા કાઢી, જ્યારે આમ આદમી પાર્ટીએ જનવેદના મુલાકાત.
ભાજપની આશીર્વાદ યાત્રા ફક્ત ચાર પાંચ દિવસની જ હતી, જેમાં આશીર્વાદ આપવા વાળા પણ એ જ ને લેવા વાળા પણ એ જ. જે પરિવારોએ મહામારીમાં સરકારની બેદરકારીને લીધે જીવ ગુમાવ્યા છે તે લોકોને સાંત્વના આપવાની સાથે લોકોની મદદ કરવા માટે જ સંવેદના યાત્રા કાઢી છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, વિકાસના નામ ની રાજનીતિ કરીને છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તામાં છે. વિકાસ તો થયો જ છે, પેટ્રોલના ભાવ 56 ના બદલે 100 થયા છે.
250 રૂપિયા ગેસ સિલિન્ડર હતો ત્યારે બહેનોની આંખોમાં આંસુ વહેતાં હતાં, હવે 950 રૂપિયા થયા છે ત્યારે બંનેવી આંખોમાંથી પણ અસુડા વહી છે. ખેડૂત પીડીત છે, યુવાનો બેરોજગાર છે.
આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીએ ભાજપ સરકાર પર અનેક આક્ષેપો કર્યા છે. અને જણાવ્યું છે કે, અત્યારે સીએમ બદલાયા છે 2022માં સરકાર બદલાશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!