રાજીનામું / કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓએ પાર્ટી સાથે ફાડ્યો છેડો, જોડાશે આપ…

કોંગ્રેસમાં વધ્યો મોટું ગાબડું પડયું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ બેઠક પરથી ચૂંટણી લડેલા શ્વેતા બ્રહ્મભટ્ટે પક્ષ સાથે છેડો ફાડયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. રાજકીય સમીકરણોને મોટા પાયે ફેરફાર જોવા મળી રહ્યા છે. કેટલાક કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

ત્યારે વધુ એક કોંગ્રેસના નેતા શ્વેતા ભટ્ટ કે જે મણીનગર બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે. તેમણે પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટી માં જોડાશે તેવું સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા તેમણે PM મોદી સાથે ગુજરાત પ્રવાસ દરમિયાન મુલાકાત કરી હતી. અને હવે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતાં તેમણે ભાજપમાં જોડાવાની શક્યતા વધી ગઈ છે.

વિધાનસભાની ચૂંટણીને હવે માંડ 6 મહિના બાકી રહ્યા છે. ત્યારે એક પછી એક પક્ષ પલટા થઈ રહ્યા છે. કોંગ્રેસ દિવસેને દિવસે નબળી પડતી જઈ રહી છે. આમ આદમી પાર્ટી અને ભાજપ સક્રિય જોવા મળી રહી છે.

આમ આદમી પાર્ટી દ્વારા લોકો સુધી પહોંચ્યું તેના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે. અને ભારતીય જનતા પાર્ટી દ્વારા નવી નવી યોજનાઓ અને સ્કીમો બહાર પાડી જનતાને આકર્ષી રહી છે.

તેની વચ્ચે કોંગ્રેસમાં દિવસેને દિવસે ગાબડા પડતા જોવા મળી રહ્યાં છે. તેવામાં ફરી એકવાર કોંગ્રેસમાંથી શ્વેતા બ્રહ્મભટ્ટે પાર્ટી સાથે છેડો ફાડયો છે. ઉલ્લેખનીય છે કે 2022ની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે.

ત્યારે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સક્રિય જોવા મળી રહી છે. બધી પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર કરવામાં આવી રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *