Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
દુનિયામાં ઘઉંની માંગ વધતા ભાવમાં જંગી ઉછાળો, ભાવમાં એક સાથે 700 રૂપિયાનો વધારો - GUJJUFAN

દુનિયામાં ઘઉંની માંગ વધતા ભાવમાં જંગી ઉછાળો, ભાવમાં એક સાથે 700 રૂપિયાનો વધારો

આ વર્ષે ઘઉંની માંગ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજે ઘઉંના ભાવ પ્રતિ 20 કિલોએ રૃપિયા 660 સુધી પહોંચી ગયા છે. સિઝનમાં બારમાસી ખરીદી શરૂ થતા દરરોજ જેટલી આવક થાય છે. તેટલો જ નિકાસ થાય છે રાજકોટ માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં 35 હજાર મણની આવક થઇ છે.

સામાન્ય ગુણવત્તાવાળા ઘઉં પ્રતિ 20 કિલોના સરેરાશ ભાવ 550 રૂપિયાથી લઈને 590 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે. આ વર્ષે ઘઉનું વાવેતર ઓછું થયું હોવાનું સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે.

પરંતુ ઘઉંની માંગ વધતા ઘઉંના ભાવ આસમાને પહોંચી ગયા છે દરેક માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ખેડૂતોને યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સારી કોલેટી ના ભાવ 650 રૂપિયા થી લઈને 720 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે. દરેક માર્કેટયાર્ડમાં ઘઉંના સારા એવા પ્રમાણમાં આવક થતી જોવા મળી રહી છે. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં જુદી જુદી પાંચ જણસી મા સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ ભાવ બોલાયો હતો.

જેમાં સૌપ્રથમ સમગ્ર દેશભરમાં ઊંચા ભાવ બોલાયા હતા. જોકે કૃષિના જાણકારો અનુસાર વાવેતર ખેડૂતોના વધારે પ્રમાણે માફક આવતાં પાકમાં સારા એવા પ્રમાણમાં ગુણવત્તા પણ જોવા મળી હતી.

આગામી સમયમાં પણ જો વાતાવરણ સારું હશે. તો ખેડૂતો આગામી પાક લેવામાં પણ ફાયદો થઈ શકે છે, અને પાક માટે યોગ્ય રકમ મળી શકે છે. આ ઉપરાંત નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં હજુ પણ જમાના ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *