Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
નદીઓમાં આવ્યું ઘોડાપૂર, ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રની અનેક નદીઓ થઈ ગાંડીતૂર - GUJJUFAN

નદીઓમાં આવ્યું ઘોડાપૂર, ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રની અનેક નદીઓ થઈ ગાંડીતૂર

ગુજરાતમાં ચોમાસાની જમાવટ ફરી એક વાર જોવા મળી રહી છે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે. 24 કલાકમાં મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે. જેના પગલે નદી નાળાઓ છલકાયા છે. ગુજરાત સાથે આસપાસના રાજ્યમાં પણ સારો વરસાદ થયો છે. ઉપરવાસમાં વરસાદ થવાને કારણે જળાશયોના પાણીની આવકમાં વધારો થયો છે.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ છોટે ઉદયપુરના ચેકડેમ માં પાણીની આવક વધી છે. જેના પગલે ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. હવામાન વિભાગ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. છોટે ઉદેપુરમાં વરસાદ વરસ્યો નથી,

પરંતુ ઉપરવાસના સારા વરસાદને કારણે છોટે ઉદયપુરના ચેકડેમ છલકાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદ થવાને કારણે નદીમાં પાણી છોડાતા નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. નદીમાં પાણીની પુષ્કળ આવકને પગલે આસપાસના ગામમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

મહત્વનું છે કે, હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ત્રણ દિવસ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વલસાડ, દમણ, જુનાગઢ અને ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવે આજથી ત્રણ દિવસ ભારે વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. વલસાડ, દાદરા નગર હવેલી, સુરત, ડાંગ, નવસારી, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, અમદાવાદ, આણંદ, અને દાહોદ, ભરૂચ, છોટે ઉદયપુર અનેક વિસ્તારોમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *