સૌરાષ્ટ્રના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, આગામી 48 કલાક વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં બે દિવસ બાદ મા અને વાવાઝોડાની આગાહી કરવામાં આવતા જગતના તાત ચિંતામાં વધારો થયો છે. 13 તારીખે વાવાઝોડા સાથે માવઠુ શક્યતાના પગલે જૂનાગઢનાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. હાલ કેરીની સીઝનમાં એક તરફ કેરીનું ઉત્પાદન વઘ્યું છે. ત્યારે માવઠાની મોકાણ વચ્ચે કેરીના પાકને સાચવવો ત્યાં તેને લઇને સવાલો ઉભા થયા છે.

જો માવઠું થશે તો ખેડૂતોની માઠી દશા થશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સામાન્ય કરતા કેરી ઓછી જોવા મળી રહી છે. ત્યારે જો આ માવઠું થાય તો કેરી સહિતના પાકને વ્યાપક નુકસાન થઈ શકે છે.

એ મહત્વનું છે કે, જો આમ થશે તો ખેડૂતોને કેરીના પાકને વહેલી તકે સલામત જગ્યાએ પડશે, જેથી પાકને નુકસાન થતું અટકાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ મે મહિનામાં ‘તાઉતે’ વાવાઝોડું આવ્યું હતું.

બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી તોફાનની વાવાઝોડુ હવે પોતાની દિશા બદલવાની આંધ્ર પ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે આંધ્ર પ્રદેશના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર બુધવારે સવારે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા પર ટકરાશે. આ દરમ્યાન તોફાની પવન 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે. ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આ ચક્રવાત ને કારણે જોરદાર પવન ફૂંકાવા લાગ્યો છે. અને દરિયાકાંઠે મોજા ઉછળવા ની શરૂઆત થઈ ગઈ છે.

હવામાન વિભાગે આંધ્ર પ્રદેશના ત્રણ જિલ્લા રેડ એલર્ટ જાહેર કર્યુ છે. એવામાં કહેવામાં આવ્યું છે કે, બુધવારે સવારે 8:30 વાગ્યા પછી તોફાની પવન ફૂંકાવાની શરૂ થઈ જશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *