સમાચાર

શાહિન વાવાઝોડું / હવામાન વિભાગ ની આગાહી, ગુજરાતના આ જિલ્લામાં આગામી 24 કલાક થશે ભારે વરસાદ

રાજ્યમાં વરસાદની આગાહી કરી છે કે, આગામી 24 કલાકમાં સામાન્યથી ભારે વરસાદ રહેવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રિયાકાંઠાના વિસ્તારમાં સામાન્ય 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે દમણ, દાદરા નગર હવેલી વરસાદ જોવા મળશે. આ ઉપરાંત સુરત, નવસારી, નર્મદા માં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સાથે જ અમરેલી અને તાપીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ભાવનગર સોમનાથ અને દીવમાં પણ આજે વરસાદ થશે. અમદાવાદ અને વડોદરામાં પણ આજે છૂટો છવાયો વરસાદ રહેશે.

સાથે હવામાન વિભાગ અનુસાર પોરબંદર, મોરબી અને સુરેન્દ્રનગરના પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુલાબ વાવાઝોડાની આંખ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે જેને લીધે નવુ વાવાઝોડું સાયકલોન ગુજરાતના કચ્છમાં થવાની સંભાવના છે.

જે કચ્છના નલીયા થી પાકિસ્તાન તરફ જવાની શક્યતા છે. એટલે કે અરબી સમુદ્રમાં બની આગળ વધે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *