શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવા અંગે આપ્યા મોટા સંકેત, રાજકારણમાં પડઘમ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ફરી એકવાર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા રાજકારણમાં સક્રિય થયા છે. અગાઉ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના જવાના એંધાણા આપ્યા હતા. ત્યારબાદ મુદ્દો શાંત પડી ગયો હતો આ દરમિયાન ફરી એકવાર શંકરસિંહ બાપુ કોંગ્રેસના વળી જવાની અટકળો તેજ બની છે. ત્યારે મહેસાણા ખાતે અર્જુન મોઢાવડિયા અને શંકરસિંહ વાઘેલા દ્વારા સાક્ષી હુંકાર મહાસંમેલન બોલાવવામાં આવ્યો હતો.

આ સંમેલનમાં કોંગ્રેસના નેતાઓની સાથે સ્ટેજ પર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ જોવા મળ્યા હતા. સ્ટેજ પર અર્જુન મોઢાવડિયા શંકર શ્રી વાઘેલા, સિંહ જે ચાવડા, ચંદન ઠાકોર, રઘુભાઈ રબારી જોવા મળ્યા હતા.

આ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ ભાજપમાં જોડાવા અંગે નિવેદન આપ્યું હતું. શંકરસિંહ વાઘેલા સાથે વાતચીત દરમિયાન કોંગ્રેસમાં ઘર વાપસી અંગે સવાલ પૂછવામાં આવ્યા હતા. ત્યારે તેમને જવાબ આપતા કહ્યું હતું કે, થોડા દિવસ અગાઉ મેં અર્જુનભાઈ ને સાથે પ્રેસ કોન્ફરન્સ ગોઠવી હતી.

જેમાં મેં જણાવ્યું હતું કે, મારા આ અંગે કોંગ્રેસના મિત્રો સાથે વાતચીત ચાલુ છે. ફોર્માલિટી પૂર્ણ થશે ત્યારે યોગ્ય સમય સાથે આની જાહેરાત કરીશ. ભાજપમાં જોડાવાને લઈને શંકરસિંહ વાઘેલા ને પૂછવામાં આવતા તેમને જવાબ આપ્યો હતો કે, હું ભારતીય જનતા પાર્ટીમાં જવાનો નથી.

એટલે તમે માનીને ચાલો કે બીજું કંઈ નથી. યોગ્ય સમયે કોંગ્રેસ ઉપર જ નિર્ણય થશે. મારા કોંગ્રેસ પાસેથી કઈ લેવાનું નથી, પણ દેવાનું છે. એને માટે જે કંઈ કરવું પડશે તેની મારે પૂરી તૈયારી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *