શરદ પવારનું મોટું નિવેદન, કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, પાર્ટી ની હાલત..

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારે ગુરુવારે એક ઇન્ટરવ્યૂમાં કોંગ્રેસ પાર્ટી માટે અનેક મહત્વની વાત કરી હતી. પવારે કહ્યું કે, કોંગ્રેસ હવે કમજોર થઈ ગઈ છે. જો કે સાથે તેમણે એવું પણ કહ્યું કે, ભાજપ નો મુકાબલો કરી શકે એવી કોંગ્રેસ એક જ માત્ર રાષ્ટ્રીય પાર્ટી છે. શરદ પવાર સાથે ઇન્ટરવ્યુમાં પુછાયેલા સવાલ અને તેમને આપેલા જવાબ આગળ જાણો.

સવાલ :
2004માં કોંગ્રેસ અને લેફ્ટ સાથે મળીને લગભગ ચાર વર્ષ સરકાર ચલાવી આમ છતાં તેમણે બંગાળ અને કેરળ માં એકબીજા નો વિરોધ કર્યો. મમતા પણ સરકારનો હિસ્સો હતી હવે એ કેમ નથી થઈ શકતું ?

જવાબ:
તે સમયે કોંગ્રેસની સ્થિતિ મજબૂત હતી અને તેની પાસે 140 હતા પરંતુ આજે કોંગ્રેસ પાસે માત્ર 40 થી 45 સંસદ છે.

સવાલ :
તમે કોંગ્રેસમાં રહી ચૂક્યા છો, આજે એવી સ્થિતિ છે કે નવું પૂર્વ કોંગ્રેસી અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રી છે. જેમ કે જગત મોહન મમતા બેનર્જી. શું આટલા માટે કોંગ્રેસ કમજોર છે ?

અથવા તમે મોદી અને ભાજપ નો મુકાબલો કરવામાં અસમર્થ છો ? શું હવે સમય આવી ગયો છે કે, બધી તાકાત એકઠી થાય. અથવા જ કોંગ્રેસ અલગ છે અને ક્ષત્રિય રીતે મજબૂત છે ? એ બધા સાથે આવવું જોઈએ, શું કોંગ્રેસ કમજોર કડી છે.

જવાબ :
હા એ સાચું છે. કોંગ્રેસ ના આંકડા પણ હજુ એ જ કહે છે. પરંતુ દેશમાં કોંગ્રેસની એક પ્રાસંગિક પાર્ટી છે. પાંચ થી સાત રાજ્યમાં તેમની સરકાર છે.
સવાલ :
પાંચથી સાત નહિ માત્ર ત્રણ રાજ્યમાં જ કોંગ્રેસની સરકાર છે બાકી જગ્યા પર ગઠબંધન છે.

જવાબ :
એ જે કંઈ પણ હોય કોંગ્રેસ અલગ-અલગ રાજ્યમાં સત્તા પર છે. ભાજપ સામે રાષ્ટ્રીય હાજરી રાખવી એક માત્ર પાર્ટી કોંગ્રેસ છે. આપણે જૂની કોંગ્રેસ જોવા ટેવાયેલા છે. પરંતુ આજની કોંગ્રેસની સરખામણી થઇ શકે તેમ નથી એવું એટલા માટે કારણ કે કોંગ્રેસ હવે કમજોર થઈ ગઈ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *