યુપીમાં શરદ પવાર ની એન્ટ્રી, કોને સાથે રાખીને લડશે ચૂંટણી, જાણો.
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે 2022માં થનારી વિધાનસભાની ચૂંટણી ને લઈને રાજકીય પાર્ટીઓ કમર કસી રહી છે. દરેક પક્ષ પોતાના સમીકરણો ગોઠવવામાં વ્યસ્ત છે. સાથે સાથે તડામાર તૈયારીઓ કરી રહી છે.
આ પ્રકારના સમયમાં હવે મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા શરદ પવારની યુપીના રાજકારણમાં એન્ટ્રી થઈ છે. યુપીમાં આ વખતે એનસીપી પણ ચૂંટણી લડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ માટે એનસીપી અને સમાજવાદી પાર્ટી વચ્ચે જોડાણ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.
એનસીપીના રાષ્ટ્રીય મહાસચિવ અને એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું હતું કે, યુપીમાં અમારી પાર્ટી ચૂંટણી લડશે અને સમાજવાદી પાર્ટી સાથે મળીને ભાજપને હરાવશે. જે પણ પાર્ટી સમાન વિચારધારા ધરાવે છે તેની સાથે અમે જોડાણ કરવાના છીએ.
યુપીમાં અખિલેશ યાદવ અને શરદ પવાર સાથે મળીને ચૂંટણી લડશે તેવી અટકળો જોર પકડયો છે. બેઠકો અંગે જોકે હજી સુધી કોઈ ચર્ચા કરાઈ નથી પણ શરદ પવાર અને અખિલેશ યાદવ વચ્ચે ફોન પર ચર્ચા થઈ ચૂકી છે.
કે કે શર્માએ કહ્યું હતું કે, યુપીની હાલ સરકાર લોકશાહી માટે એક ખતરો છે. જે પણ સરકાર સામે અવાજ ઉઠાવે છે તેનો અવાજ દબાવી દેવામાં આવી રહ્યો છે. લોકો રોજગાર માટે ભટકી રહ્યા છે. લોકોના ઘણા પ્રશ્નોનો ઉકેલ નથી આવ્યો, તેના પર અમારે કામ કરવાનું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!