શિવસેના અને BJP વચ્ચે ફરી એકવાર થઇ દોસ્તી, PM મોદીના ટ્વીટથી ચર્ચા એ પકડ્યો વેગ.
બીજેપી અને શિવસેનાના રસ્તાઓ અલગ થયા બાદથી જ બંને પાર્ટીઓ ના નેતા વચ્ચે ઔપચારિક વાતચીત અને અભિનંદન જેવા સંદેશ બંધ હતા. પરંતુ નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને જન્મદિવસના અભિનંદન આપીને સૌને વિચારવા પર મજબૂર કરી દીધા છે.
નરેન્દ્ર મોદીએ ટ્વિટર દ્વારા ઠાકરેને જન્મદિવસની શુભકામનાઓ મોકલી હતી, તેમને પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને જન્મદિવસની શુભકામનાઓ, ‘તમે સ્વસ્થ અને લાંબું જીવન જીવો.
આમ તો શિવસેના દ્વારા કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને ગઠબંધનની સરકાર બનાવ્યા બાદ થી જ બન્ને પાર્ટીઓ એકબીજા પર પ્રહાર કરતી રહી છે.
એનસીપી અને કોંગ્રેસની વિરુદ્ધ શિવસેનાનું સખ્ત વલણ પણ તેમના ગઠબંધનમાં તિરાડ પડવાની શક્યતા પેદા કરી રહ્યું છે. આની સાથે અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે કે, શું બીજેપી અને શિવસેના ફરીથી સાથે આવવાનું વિચારી રહી છે ?
ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર એ થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે, તેમની પાર્ટી અને પૂર્વ સહયોગી પાર્ટી શિવસેનાના દુશ્મન નથી. જોકે, કેટલાક મુદ્દાઓ પર મતભેદ છે તેમને કહ્યું હતું કે, રાજનીતિમાં કોઈ કિન્તુ, પરંતુ ,નથી હોતું.
દેવેન્દ્ર એ કહ્યું હતું કે, સ્થિતિના આધારે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. અને અમારા દોસ્ત એ અમારી સાથે 2019 ની વિધાનસભા ની ચૂંટણી લડી પરંતુ ચૂંટણી બાદ તેમને એ જ લોકો સાથે હાથ મિલાવી લીધા છે, તેમની વિરુદ્ધ અમે ચૂંટણી લડી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!