હાર્દિક પટેલ દ્વારા ચોંકાવનારો ખુલાસો, આ કારણોસર રૂપાણી ને બદલવામાં આવ્યા..

ગુજરાતમાં વિજય રૂપાણી ના રાજીનામા પછી ભાજપ અને મુખ્યમંત્રી બનશે તેની અટકળો ચાલી રહી હતી. રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હોવાનું કહેવાય છે. નીતિન પટેલના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દેવામાં આવતા નીતિન પટેલ મુખ્યમંત્રી બનશે, તેવા સંકેત મળી રહ્યા હતા. પરંતુ ભુપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી તરીકે નું નામ જાહેર કરવામાં આવ્યું હતું.

નીતિન પટેલે પત્રકારો સાથે વાત કરતા દાવો કર્યો કે, મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું છે. અને કોઈના દબાવે તો નિર્ણય લીધો નથી.

તેમને કહ્યું હતું કે, વિજય રૂપાણીના રાજીનામા પછી કોને મુખ્યમંત્રી બનાવવા તે અંગે દ્વારા મોકલવામાં આવેલા નિરીક્ષકોએ ભાજપના વરિષ્ઠ નેતાઓ ના મંતવ્યો લીધા પછી ભૂપેન્દ્ર પટેલ નું નામ નક્કી કરવામાં આવ્યું હતું.

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ખૂબ જ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, હાર્દિક પટેલે ટ્વીટમાં લખ્યું હતું કે, આરએસએસ અને ભાજપ ના સર્વેમાં કોંગ્રેસ જીતી રહ્યું છે.

આજ કારણે ગુજરાતના મુખ્યમંત્રી પાસેથી રાજીનામું લેવામાં આવ્યું છે. હાર્દિક પટેલે જણાવ્યું કે 15 મહિના બાદ યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસ નેતા 43 મળી રહ્યા છે.

અને 96 થી 100 બેઠક મળી રહી છે જ્યારે ભાજપને 38 ટકા મત અને 80 થી 84 બેઠક મળી રહી છે. આપને 3 ટકા અને 1 ટકા મીમ ને મત મળી રહ્યા છે.

હાર્દિકે જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી નું રાજીનામુ જનતાને ગુમરાહ કરવા માટે લેવામાં આવ્યું છે. ભાજપ ગુજરાતમાં સરકાર ચલાવવામાં અસફળ રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *