કોંગ્રેસમાં પ્રશાંત કિશોરની એન્ટ્રી ને લઈને સોનિયા ગાંધીએ આપ્યું મોટું નિવેદન, ભાજપ અને આપની ચિંતામાં વધારો.
ચૂંટણી રણનીતિકાર પ્રસંગ કિશોરને કોંગ્રેસમાં સામેલ કરવાને લઇને અંતિમ નિર્ણય પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી કરવાના છે. આ મામલે તેમને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા પણ કરી હતી. આ અંગે તેમને કેટલાક નેતાઓને પાર્ટીમાં સામેલ કરવાને લઈને વાંધો ઉઠાવ્યો છે. જ્યારે અન્ય કેટલાક નેતાઓએ તેમને સમર્થન પણ આપ્યું છે કારણ કે તેઓનું માનવું છે કે, પ્રશાંત કિશોર પાર્ટી માટે ફાયદાકારક નીવડશે.
જો કે આખરી નિર્ણય તો સોનિયા ગાંધીને જ લેવાનું છે. પ્રશાંત કિશોર અને પાર્ટીમાં સામેલ કરવાને લઈને સોનિયા ગાંધી અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરશે.
જેમાંથી અનેક તેમના વિરોધમાં છે નીતિનકુમાર ની પાર્ટી જનતાદળ યુનાઇટેડ અને છોડીને આવેલ પ્રશાંત કિશોર જુલાઈમાં સોનિયા રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે અનેક બેઠકો કરી હતી.
જ્યાં પાર્ટીમાં તેમની ભૂમિકાને લઈને વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશની ચૂંટણીઓમાં પ્રશાંત કિશોર સાથે કામ કર્યું હતું, અને સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, તેમને પાર્ટીમાં સામેલ કરવાને લઇને કોઇ વાંધો નથી, પરંતુ કોંગ્રેસના અન્ય નેતાઓ નારાજ જોવા મળી રહ્યા છે.
પ્રશાંત કિશોર ના કોંગ્રેસમાં સામેલ થવા અને ચૂંટણી મેનેજમેન્ટમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા સંભાળવાની ચર્ચા વચ્ચે તેમણે તાજેતરમાં જ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.
જો કે, હજુ સુધી કોઇ અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો. અહમદ પટેલના મૃત્યુ બાદ વચગાળાના કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી એવા સલાહકારો શોધી રહ્યા છે.
જે પાર્ટીમાં નવા પ્રાણ ફુંકી શકો કે, છેલ્લા કેટલાક સમયથી અનેક રાજ્યોમાં પાર્ટીને હારનો સ્વાદ ચાખવો પડયો છે. જોકે પ્રશાંત કિશોર અને કોંગ્રેસ સાથે અનુભવ સંતોષજનક નથી રહ્યો. ભૂતકાળમાં પણ પ્રશાંત કિશોર ની પાર્ટી ની અંદરોઅંદર આલોચના થઈ હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!