આગામી વિધાનસભાની ચૂંટણી અધિકારી રહી છે. ત્યારે પાટીદાર સમાજ પણ મેદાને ઉતર્યો છે. આંદોલન સમયે પાટીદારો પર જે કેસ કરવામાં આવ્યા હતા. તે હટાવવા અને આંદોલન સમયે જે 14 યુવાઓ મોતને ભેટીયા તેમના પરિવારને મદદ કરવા ની માંગણી હોય. ભાજપના ત્રણ મુખ્યમંત્રી બદલાયા છતાં નિર્ણય આવ્યો નથી. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને એસપીજીએ રાજ્ય સરકારને ચીમકી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં અમારી 65 બેઠકો માત્ર પાટીદાર ની છે,
તેમાં પણ 35 સીટો એસપીજીની છે જે માત્ર એક અવાજથી ગામો ગામ લોકો ભેગા થઈ જતા હોય તો તમે સમજી લેજો. રાજ્ય હાલ આંદોલન કરનાર લોકોને એસપીજી તરફથી જાહેર સૂચના કરવામાં આવી છે.
સાથે સાથે હાર્દિક પટેલ અને અન્ય પાટીદાર નેતાઓને લઈને એસપીજીના લાલજી પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અમને પાર્ટી સાથે જોડાયેલા અમારા ત્રણ નેતાઓ સાથે કોઈ અપેક્ષા નથી. પાર્ટી સાથે જોડાયા બાદ તેઓ પાર્ટીનું વિચારધારા સાથે જોડાય ગયા છે.
અત્યારે લાલજી પટેલે હાર્દિક પટેલને લઈને મોટું નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે, હાર્દિક પટેલ પાસે અમને કોઈ અપેક્ષા નથી. ઉલ્લેખનીય છે કે, આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. ત્યારે દરેક સમાજ મેદાને જોવા મળી રહ્યો છે.
ત્યારે પાટીદાર સમાજ પણ મેદાને ઉતર્યો છે. પોતાના સમાજનું પ્રભુત્વ જળવાઈ રહે તે માટે સરકાર પાસે સીટો ની માંગણી કરી રહ્યા છે. ભાજપના ત્રણ મુખ્યમંત્રી બદલાયા છતાં નિર્ણય આવ્યો નથી. હાર્દિક પટેલ અને અન્ય પાટીદાર નેતાઓને લઈને એસપીજીના લાલજી પટેલે નિવેદન આપ્યું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!