SPG અધ્યક્ષ લાલજી પટેલે હાર્દિકને ભાજપમાં જોડાવા ને લઈને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

એસપીજીના નેતા લાલજી પટેલે હાર્દિક પટેલ લઈને પ્રતિક્રિયા આપી છે. બીજી તરફ પાટીદાર સમાજ જાણી ગયો છે કે, આ માણસ પોતાની અંગત સ્વાર્થ માટે સમાજને છોડી દીધો છે. લાલજી પટેલે જણાવ્યું કે પાટીદાર આંદોલન સમયે પાટીદારો માટે લડનારા હાર્દિક કોંગ્રેસમાં રહ્યા ત્યાં સુધી એક પણ પાટીદાર સભાને સંબોધી નથી. હવે તે ભાજપમાં જોડાવાના છે ત્યારે પાટીદાર સમાજ સમજી ગયો છે કે, આવા અમારા નેતા ન હોય.

લાલજી પટેલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે હાર્દિક પટેલે પાટીદાર આંદોલન સાથે જોડાયો હતો. ત્યારે તેને નિવેદન આપ્યું હતું કે, હું રાજકારણમાં ચાલુ એવો છું જ નહીં હું ક્યારેય કોઈ દિવસ વોટ માંગવા આવીશ નહિ, અને હું ક્યારેય કોઈ પાર્ટીમાં જોડાઈ નહીં.

લાલજી પટેલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ જ્યારે પાટીદાર આંદોલન સાથે જોડાયો હતો, ત્યારે તેમને નિવેદન આપ્યું હતું. વધુમાં લાલજી પટેલે કહ્યું કે હાર્દિક પટેલ જયારે કોંગ્રેસમાં જોડાયા.

ત્યારે સમગ્ર પાટીદાર સમાજનું મનોબળ તૂટી ગયું હતું. કોંગ્રેસમાં સાડા ત્રણ વર્ષ થયાં છતાં એક પણ સભા પાટીદાર રોની સંબોધી નથી અને કોંગ્રેસ છોડી હવે એવું કહે છે કે મને કંઈ મળ્યું નથી. કોંગ્રેસે મને ગણી નથી, હવે જ્યારે કેસરીયો ખેસ ધારણ કરવા જાય છે.

ત્યારે સમાજને ખ્યાલ આવી ગયો છે કે આવા યુવાનો પાટીદાર સમાજમાં આગેવાન યોજના શક્ય છે. અમારા મુદ્દા માટે લડતા હોય પાટીદાર સમાજ માટે આગળ આવતા હોય એ જ અમારા પાટીદાર સમાજના નેતા હોય.

લાલજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સમાજ સમજી ગયો છે કે, આ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે ભાજપમાં જઈ રહ્યો છે, આવા આગેવાનોને પાટીદાર આગેવાનો કહે અમને શરમ આવે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *