SPG પ્રમુખ લાલજી પટેલનું એલાન, ગુજરાતમાં હવે પાટીદારોનું બીજું આંદોલન થશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે જ પાટીદાર ફરી એકવાર સરકાર સામે આંદોલન ના એલાન કર્યું છે. સરદાર પટેલ ગ્રુપ એસપીજી એ ગુજરાતમાં પાટીદાર આંદોલન પાર્ટ 2 કરવાનું એલાન કર્યું છે. જો કે આ વખતે પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો નહીં હોય પરંતુ સામૂહિક નેતૃત્વ થી આંદોલન થશે.
કેન્દ્રીય કેબિનેટમાં પાટીદારોનું રાજકીય કદ વધ્યું છે. ગુજરાતમાં પાટીદારોને પૂરતું રાજકીય પ્રભુત્વ અપાયું છે, તેમ છતાં પાટીદારો ભાજપથી નાખુશ છે. અનામત આંદોલન વખતે કરાયેલા પોલીસ કેસો હજુ પણ પાછા ખેંચવામાં આવ્યા નથી.
એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું હતું કે, જે રાજકીય પક્ષો પાટીદારોને સહયોગ નહીં કરે તેનો આગામી વિધાનસભા ની ચુંટણીમાં બહિષ્કાર કરાશે.
તેમણે ભાજપ તરફ આડકતરી રીતે આક્ષેપ કરતા કહ્યું કે, આંદોલન વેગ પકડે ત્યારે રાજકીય પક્ષો સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી પાટીદારોને પોતાની તરફ લઈ લે છે, પણ હવે આવી ભૂલ નહીં થાય.
પાટીદારોએ 26મી ઓગસ્ટે અનામત આંદોલનમાં પોલીસ ગોળીબારમાં શહીદ થયેલા પાટીદાર ની શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!