સમાચાર

આજથી આગામી ત્રણ દિવસ મિની વરસાદ રાઉન્ડ ની શરૂઆત, કયા જિલ્લા માં વધુ વરસાદ !

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય થઈ ચૂક્યું છે. જ્યારે બીજીબાજુ અરબ સાગરમાં દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી સક્રિય થયું છે. વરસાદની સાથે સાથે પવનની ઝડપ 20 – 25 કિલોમીટર/કલાક ની ચાલુ રહેશે. ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ રહેશે.

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ધીમે ધીમે આગળ વધશે અને રાજસ્થાન – ઉત્તર મધ્ય પ્રદેશ સુધી આવશે. ત્યારે ઉત્તર ગુજરાતથી લઈને કચ્છ સુધી મોટો સર્ક્યુલેશન બનશે. આ સર્ક્યુલેશન અરબી સમુદ્રમાંથી ભેજવાળો પવન મળતો વરસાદી વાતાવરણ તૈયાર થશે.

સાથે સાથે વધારે અસર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત બોર્ડ વિસ્તાર એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે.

24, 25, 26 તારીખ ના રોજ સર્ક્યુલેશન થી વરસાદી માહોલ જોવા મળશે. 24 તારીખે સવારે સુધીમાં પૂર્વ ગુજરાત થી એટલે કે સાબરકાંઠા, અરવલ્લી, મહાસાગર, દાહોદ, બનાસકાંઠા મા વરસાદ નો શરૂઆત થશે. ત્યારબાદ ત્રણથી ચાર દિવસ વરસાદ જોવા મળશે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર લાગીને જિલ્લા એટલે કે ઉત્તર પૂર્વ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાત ના વિસ્તાર માં આજથી વરસાદ એક્ટિવિટી ચાલુ થશે. કેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાત માં તોફાની વરસાદ જોવા મળી શકે છે.અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *