રાજ્ય સરકારની સ્પષ્ટતા : લગ્ન પ્રસંગમાં કેટલા લોકોને મળશે મંજૂરી, સરકારની નવી ગાઈડલાઈન જાહેર.
રાજ્ય સરકાર દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા મહામારીનું સંક્રમણ ઓછું થતાં આગામી ૩૧ જુલાઈથી નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે.
મહામારીનું સંક્રમણ ઘટતા જ રાજ્ય સરકારે મોટી છૂટ આપી છે, ગુજરાત સરકારની ગાઇડ લાઇનને પ્રમાણે સામાજિક કાર્યક્રમમાં મહત્તમ 400 લોકોને મંજૂરી આપવામાં આવી હતી. આ કારણોસર એક ગેરસમજ લોકોમાં ફેલાય છે ત્યારે મહામારીની ગાઈડલાઈન ની સ્પષ્ટતા કરવામાં આવી છે કે, રાજ્ય સરકારે જણાવ્યું છે કે લગ્ન ને સામાજિક કાર્યક્રમમાં ગણવામાં આવશે નહીં.
લગ્ન પ્રસંગમાં માત્ર 150 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય સામાજિક મેળાવડામાં મહત્તમ 400 લોકોને મંજૂરી આપવામાં આવી છે, અને મરણ પ્રસંગમાં ૪૦ લોકોને મંજૂરી આપવામાં આવી છે.
આ નવી ગાઇડલાઇન ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. આ વાતથી ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ગેરસમજ ફેલાઈ હતી, અને ૪૦૦ લોકોને લઈને લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવી રહ્યું હતું.
આ કારણોસર રાજ્ય સરકારે સ્પષ્ટ કરી હતી અને ગુજરાત સરકાર દ્વારા આ નવી ગાઇડલાઇન બહાર પાડીને સ્પષ્ટતા દર્શાવવામાં આવી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!