થરાદ ના નાગલા ગામમાં આમ આદમી પાર્ટી નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ સમાજમાંથી કેટલાક લોકોએ કમળ અને પંજાને રામ રામ કહીને હાથમાં ઝાડુ પકડ્યું હોવાનું તાલુકા પ્રમુખે જણાવ્યું હતું.
જો આપની સરકાર બનશે તો થરાદ તાલુકાના મુખ્ય પ્રશ્નો જેવા કે સુજલામ સુફલામ, પૂરના પાણીનો ભરાવો, અને ભારતમાળા અંગેના નિકાલની ખાતરી આપી હતી. આમ આદમી પાર્ટીએ આવી રીતે અનેક પ્રશ્નોના ઉકેલ લાવવા માટેની ખાતરી પણ આપી હતી.
આમ આદમી પાર્ટીના કાર્યક્રમનું આયોજન ગામની પ્રાથમિક શાળામાં મંગળવારે સાંજે કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશમાંથી આવેલા નેતા ઈશુદાન ગઢવી લોકોને સંબોધન કર્યું હતું. તેમણે કોઈ પણ મંત્રી કે મુખ્યમંત્રીને અત્યારના મુદ્દા શું છે, અને તેમણે શું કર્યું તેની જાહેરમાં ડિબેટ કરવાની ચેલેન્જ કરી હતી.
આમ આદમી પાર્ટીમાં ઘણા લોકો જોડાઇ રહ્યા છે, અને તેમની પાર્ટી મજબૂત બની રહી છે. ત્યારે વિપક્ષો પણ પોતાની પાર્ટી મજબૂત કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. થરાદ તાલુકાના લોકોની મુખ્ય સમસ્યા જેવી કે સુજલામ સુફલામ ની કેનાલ અંગે કામગીરી કરાશે તેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે.
છેવાડાના ગામમાં પાણીના પ્રશ્નો અને ઉકેલ લાવવા માટે પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ વચન આપ્યું છે. સરકારી હોસ્પિટલમાં ચાલતું ખાનગીકરણ સમગ્ર ગુજરાતમાં બંધ કરવાની પણ ખાતરી આપી છે.
તાલુકાના પ્રમુખ થાનાભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ભીમાભાઇ પટેલ, વિજયભાઈ સુવાળા, ડોક્ટર રમેશભાઈ પટેલ સહિત જિલ્લા અને પ્રદેશ કક્ષાના આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!