ધોરણ 9 થી 11ના શિક્ષણને લઈને પ્રદીપસિંહ જાડેજાએ આપ્યું નિવેદન, જાણો.
રાજ્યમાં મહામારી ના કેસ ઓછા થયા બાદ ધોરણ 12ના શાળાકીય શિક્ષણની સત્તાવાર શરૂઆત કર્યા બાદ શાળા સંચાલકો મોટા ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા હતા મુખ્યમંત્રી રૂપાણી ની કેબિનેટ બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે,
ધોરણ 9 થી 11 ની શાળા ખોલવામાં આવશે.
મુખ્યમંત્રી સાથે થયેલી ચર્ચામાં ઓગસ્ટ મહિનાથી સ્કૂલો શરૂ થશે. ધોરણ 9, 10 અને 11 નું ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુદ્દે પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. અને નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ પ્રેસ કોન્ફ્રેન્સ દ્વારા જાહેરાત કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે, ધોરણ 12 અને અન્ય ટેકનોલોજીકલ શિક્ષણ શરૂ કર્યા બાદ તબક્કાવાર અન્ય ધોરણો માટે પણ શાળા ખુલશે એવી ચર્ચા થઈ રહી છે. અગાઉ સરકારે ૫૦ ટકા કેપેસિટી સાથે ધોરણ 12 અને કૉલેજ અને ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાની મંજૂરી આપી હતી,
ત્યારે ફરી એક વખત આજની કેબિનેટ બેઠકમાં વર્તમાન સ્થિતિને જોતા હવે ધોરણ 9થી 11 ને પણ ઓફલાઈન શિક્ષણની મંજૂરી આપવામાં આવી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!