કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે ખેડૂતો ને આગ્રહ કરું છું કે તેઓ આંદોલન છોડીને મંત્રણાનું માર્ગ અપનાવે સરકાર તેમના વાંધાવચકા ઓ ના વિચાર કરવા તૈયાર છે. અને આ પહેલા પણ અનેકવાર મંત્રણા કરી ચૂકી છે. અને ભવિષ્યમાં પણ ચાલુ રખાશે કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, જો ખેડૂતોને લાગતું હોય તો હજુ પણ કઈ રહી ગયું છે.
તો સરકાર તે મુદ્દે વાત કરવા તૈયાર છે. છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે ના રોજ કિસાન મોરચા દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે.
સંયુક્ત કિસાન મોરચાના કુલ ચાલીસ સંગઠનોની સાથે રાજકીય પાર્ટીઓએ તેમના સમર્થનમાં આવી છે. જેથી દિલ્હી અને આસપાસના વિસ્તારમાં અત્યારથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આંદોલન શરૂ થયાના દસ મહિના ઉપર થયા તેમ છતાં પણ સરકાર દ્વારા કાયદાઓને રદ કરવામાં આવ્યા નથી. જેને કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.
ભારત બંને લઈને સંયુક્ત કિસાન મોરચા દ્વારા કહેવામાં આવ્યું છે કે સવારના 6:00 થી લઈને સાંજના ચાર વાગ્યા સુધી ભારત બંધ રહેશે.
જે સમયગાળામાં બધી સરકારી કચેરીઓ, શિક્ષણ સંસ્થા દુકાન અને ઉદ્યોગો બંધ રહેશે. જ્યારે હોસ્પિટલો દવાની દુકાનો એમ્બ્યુલન્સ સેવા જેવી ઇમરજન્સી સેવાઓને ચાલુ રાખવામાં આવશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!