AAP નેતા નું નિવેદન : ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો અમારા સંપર્કમાં, જાણો કોણ કોણ..
રવિવારે સુરત ખાતે ભારતીય જનતા પાર્ટીમાં શહેરના આશરે 400 જેટલા લોકો જોડાયા હતા. ત્યારે ભાજપે દાવો કર્યો હતો કે, તેમાં મોટાભાગના આપના કાર્યકર્તાઓએ છે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટી દ્વારા ઘણી વાર જાહેરાત કરાઈ હતી કે, મહાનગરપાલિકાની ચૂંટણી બાદ એક હજારથી વધુ ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાયા છે.
ચૂંટણી પહેલા બન્ને પક્ષો જાણે ભરતીમેળા ચાલી રહ્યા હોય તેવી હોડ ચાલી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગ્ય જાદવાનીએની વેદના આપતા કહ્યું હતું કે, ભાજપના અને ધારાસભ્યોને આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે.
જેઓ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે.AAP ના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ હોય જે કામ કર્યા છે.
તેનાથી પ્રેરાઈને વિવિધ ક્ષેત્રમાં કામ કરતા અથવા તો આંદોલન સાથે સંકળાયેલા લોકો અને શિક્ષિત વર્ગના નિષ્ણાંત પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટી દિવસેને દિવસે મજબૂત બની રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોએ અમને જણાવ્યું છે કે, અમે વિચારી રહ્યા છે કે, અમારી પાર્ટી જે રીતે મૂજવી રહી છે, જૂથવાદ થઇ રહ્યો છે. મેનેજમેન્ટ અને સંકલન વગરનું જે કામ ચાલી રહ્યું છે, જેથી અમને લાગી રહ્યું છે કે, જો લોકો માટે સારા કામ કરવા હોય તો આમ આદમી પાર્ટીમાં આવું પડશે.
આવા ભાજપ અને કોંગ્રેસના ઘણા બધા નેતાઓ આમ આદમી પાર્ટીના નેતાઓના સંપર્કમાં છે. વર્તમાન ધારાસભ્ય પણ મારા સંપર્કમાં છે. આવનારા છ મહિનામાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ પસંદગી આમ આદમી પાર્ટી બનશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!