Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ - GUJJUFAN

બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ

ગુજરાતમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વના એંધાણો વ્યક્ત કર્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશર ના ભાગરૂપે ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં ભારે વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર હાલમાં માછીમારો ને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે.

બંગાળમાં લો પ્રેશરને કારણે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ફરી એક વખત ભારે પવન સાથે કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં છેલ્લા ચાર દિવસની સતત મેધ મહેર થઈ રહી છે.

વરસાદને કારણે નીચેવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદને કારણે તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. વલસાડમાં સતત વરસાદ પડી રહ્યો છે અનેક રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. કપરડામાં આવેલી કોલક નદી પાણી પર કોઝવે પરથી પસાર થઈ રહ્યું છે,

જેને કારણે ગામડાના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દર વર્ષે ભારે વરસાદને લીધે કપડાના નદી નાળા છલકાતા હોય છે. નોંધનીય છે કે, વલસાડમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો અને પાણીથી ગરકાવ થયા છે.

રાજ્યમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં સારા વરસાદને લઈને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં સારા વરસાદને લઈને એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે.

નવસારી શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. જેના પગલે નવસારી ના વિસ્તારમાં પાણી ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ થયો છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *