Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
તલાલા કેસર કેરીની બજાર માં એન્ટ્રી, 10 કિલો કેસર કેરીનો જાણો નવો ભાવ - GUJJUFAN

તલાલા કેસર કેરીની બજાર માં એન્ટ્રી, 10 કિલો કેસર કેરીનો જાણો નવો ભાવ

તલાલા કેસર કેરી ની આવક બજારમાં શરૂ થઈ ગઈ છે. અને કેસર કેરીનો પાક ઉતરવા લાગ્યો છે કેસર કેરીના ભાવ ધીમે ધીમે ઓછા થવા લાગ્યા છે. કેસર કેરીની આવક વધતા ભાવ ઓછા થઈ ગયા છે. તેને કારણે કેસર કેરીના ચાહકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. હાલ કેસર કેરીના ભાવ 1200 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે.

કેરીના નિષ્ણાંતોનું માનવું છે કે આગામી દિવસોમાં હજુ પણ કેરીના ભાવમાં થોડો ઘટાડો નોંધાશે. તાલાલા માર્કેટિંગ યાર્ડ સંચાલિત મેંગો પેકહાઉસ ના સંચાલકોના જણાવ્યા અનુસાર

અદ્યતન મેંગો પેક હાઉસમાં વોશિંગ અને કરી ત્રણ કિલો ના બોક્સમાં તૈયાર કરવામાં આવેલ કેસર કેરીના 11000 બોક્સ તાલાલા ગીર થી ખાસ વાહન મારફતે અમદાવાદ પહોંચી ત્યાં એરલાઇન્સ મારફતે uk જવા રવાના કરવામાં આવેલ છે.

આ બોક્સ બે દિવસે પહોંચશે આ દરમ્યાન કેસર કેરી તેના ઓરીજનલ સ્વાદમાં ખાવાલાયક તૈયાર થઈ જશે. એક ડઝન નંગ ની ભરતી વાળું ત્રણ કિલો નું એક બોક્સ 18 પાઉન્ડમાં યુકેમાં વેચાણ થશે.

તલાલા મેંગો પેકહાઉસ માંથી આ વર્ષે ત્રણ વખત 1350 બોક્સ એટલે કે ચાર ટન કેસર કેરી રવાના થઈ છે. આજે ચોથી વખત એકસાથે કેસર કેરીના 11000 બોક્સ રવાના થયા છે. આ વખતે ભારે વાવાઝોડાને કારણે શરૂઆતમાં કેરીની આવક ઓછી નોંધાઈ હતી.

પરંતુ ત્યારબાદ કેસર કેરીની આવક વધતા ભાવમાં ઘટાડો નોંધાયો છે. શરૂઆતમાં કેસર કેરીનો ભાવ 2300 લઈને 2700 રુપિયા બોલાય રહ્યો હતો જેમાં ઘટાડો નોંધાયો છે. સાથે સાથે તાલાલાની કેસર કેરી વિદેશોમાં પણ જવા લાગી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *