સમાચાર

2024 ની ચૂંટણી વિપક્ષ ને સાથે રાખીને લડશે, સોનિયા ગાંધી સાથેની મિટિંગમાં આ 11 મુદ્દા નક્કી થયા, જાણો.

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ વિપક્ષી પાર્ટી ની સાથે બેઠક કરી હતી. કોંગ્રેસ સહિત 19 પાર્ટીઓની બેઠકમાં ઘણા મુદ્દા પર સહમતિ બની હતી, અને વિપક્ષ સરકારે 11 માંગણી રાખી છે. વિપક્ષે સરકાર પાસે મહામારી માં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર આપવા, ગરીબોને દર મહિને 7500 રૂપિયા, પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો અંગેની માંગણી કરી છે. બેઠકમાં વિપક્ષે વર્ષ 2024 ની લડાઈ એકજૂથ થઈને લડવાનો નિર્ણય લીધો છે.

સોનિયા ગાંધીએ પાર્ટીઓને લોકસભાની ચૂંટણી માટે એકજૂથ થવા માટે જણાવ્યું હતું અને તેમને કહ્યું કે, આપણા બધા પોતપોતાના મતભેદ હોઈ શકે, પરંતુ રાષ્ટ્રહિતમાં આપણે એક સાથે આવવું પડશે.કોંગ્રેસ સિવાયના બેઠકમાં શિવસેના, તૃણમૂલ કોંગ્રેસ,DMK, NCP, JMM, NC, CPI, CPM, RJD, AIUDF વગેરે પાર્ટીના નેતા એ ભાગ લીધો હતો.

વિશ્વ સ્તર પર મહામારીની વેક્સિન ની ખરીદી અને મુક્ત વેક્સિનેશન અભિયાનને તરત ઝડપી કરવામાં આવે સાર્વજનિક સ્વાસ્થ્ય દેખરેખ પ્રણાલિકા ના વિસ્તાર માટે કામ કરે કેન્દ્ર સરકારે આઈકર ના ડાયરા બહારથી બધા પરિવારજનોને દર મહિને 7500 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવી જોઈએ.

બધા જરૂરિયાત મંદ લોકો ને ભજન ની કીટ જોઇએ, તેવી માગણી કરી હતી. તેમજ પેટ્રોલ અને ડીઝલ ઉપર કેન્દ્રીય ઉત્પાદન ચાર્જમાં અભૂતપૂર્વ વધારો પાછો ખેંચવામાં આવે, તેમ જ રસોઈ ગેસ અને આવશ્યક વસ્તુ તેમજ ખાદ્યતેલની કિંમતોના ભાવ ઓછા કરવામાં આવે અને મોંઘવારી પર નિયંત્રણ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

આ બેઠકમાં આમ આદમી પાર્ટીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું મમતા બેનર્જીએ કહ્યું હતું કે, બધી વિપક્ષી પાર્ટીઓ એક બનવી જોઈએ. આપણી લડાઇ બીજેપી વિરુદ્ધ છે એવામાં જો કોંગ્રેસ પાર્ટી સાથે કેટલીક પાર્ટીઓ વિરોધાભાસ પણ રાખે છે તો પણ તેમને બોલાવી જોઈએ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *