સમાચાર

ગુજરાતમાં થયું વરસાદનું આગમન, જુઓ ક્યાં ક્યાં થયો વરસાદ, હજુ બે દિવસ વરસાદ ની આગાહી.

ખેડૂતો સહિત ગુજરાતવાસીઓ માટે વરસાદની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે વરસાદને લઈને ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા માં વરસાદ નું આગમન થઈ ચૂક્યું છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદ મોજુ ફરી મળ્યું છે, અને ફરી એકવાર આગમન થયું છે. વડોદરાના સમા, વીઆઈપી રોડ, એરપોર્ટ વિસ્તારમાં વરસાદ ભારે બફારાથી લોકોને રાહત મળી છે.

હાલમાં નિઝામપુરા, છાણી વિસ્તારમાં પણ વરસાદ વરસી ચૂક્યો છે. એ મહત્વનું છે કે, હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી હતી, ત્યારે વડોદરામાં થયેલા વરસાદને કારણે લોકોમાં ફરી એકવાર આશા જાગી રહી છે.

ચોમાસાનાં ત્યાં ઘણી રાહ જોયા બાદ વરસાદ આવવાથી બાળકો સહિત વડોદરા શહેરીજનો રસ્તા પર વરસાદની મજા માણવા ઉતરી ગયા છે. વડોદરા આસપાસના ખેડૂત વરસાદ વરસતા ખુશીમાં માં આવી ગયા છે.

ખેડૂતોની બધા પાકને જીવતદાન મળે તેવું વરસાદના આવવાથી દેખાઈ રહ્યું છે.રાજ્યમાં હવામાન વિભાગનું અનુસાર 30 અને 31 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના સામાન્ય થી મધ્યમ વરસાદ પડી શકે છે. ફરી એક વખત હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

સપ્ટેમ્બરની શરૂઆતમાં સિસ્ટમ સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. ઓગસ્ટના અંતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવા એંધાણ પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે.

હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતી જણાવ્યા અનુસાર 30 અને 31 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્ય વરસાદ પડી શકે છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 29 ઓગસ્ટથી રાજ્યના હવામાન પલટો આવશે.

6 સપ્ટેમ્બરથી મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે કોઈ ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *