ચૂંટણી પંચે કરી દીધું મોટું એલાન, ભાજપ, કોંગ્રેસ અને આપના નેતા થયા દોડતા

ચૂંટણી પંચ મતદાન તરીકે નોંધણી કરવા એક કરતાં વધુ તારીખો નક્કી કરવા દબાણ કરી રહ્યું છે. અત્યાર સુધી કોઇપણ વર્ષે યોજાનારી ચૂંટણીઓ માટે ચૂંટણી વર્ષની જાન્યુઆરી અથવા તો તે પહેલા અઢાર વર્ષની થઈ ગયેલી વ્યક્તિ નું નામ જ મતદાન યાદીમાં ઉમેરવામાં આવે છે. આયોગે સરકારને કહ્યું હતું કે, 1 જાન્યુઆરીએ મતદાન યાદીમાં નામ નોધણી અથવા સામેલ કરવાની તારીખ ઘણા યુવાનોને ચૂંટણીમાં ભાગ લેવા થી વંચિત રાખે છે.

હાલમાં માત્ર એક તારીખ નક્કી થવાને કારણે 2 જાન્યુઆરી 18 વર્ષની ઉંમરે પૂર્ણ થઇ રહેલા યુવાનોને રજીસ્ટ્રેશન કરાવી શકતા નથી.

તેથી જે વ્યક્તિ 1 જાન્યુઆરી પછી 18 વર્ષની થાય છે. તેને મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે આવતા વર્ષની રાહ જોવી પડશે. બીજી તરફ કાયદા મંત્રાલય સંસદીય સમિતિએ જણાવ્યું કે, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ની કલમ 14 બી માં સુધારો કરવાનો પ્રસ્તાવ છે.

જેમાં મતદાન યાદીમાં નોંધણી માટે જાણકારી નક્કી કરવાની દરખાસ્ત છે. તારીખ 1 જાન્યુઆરી, 1 એપ્રિલે, 1 ઓક્ટોબર છે.

કેબિનેટ નોટ માં આ દરખાસ્ત સાથે ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવેલા કેટલાક અન્ય મહત્વપૂર્ણ ચૂંટણી સુધારણા પ્રસ્તાવો તૈયાર કર્યા છે.

કાયદા અને કર્મચારી મંત્રાલય બની સંસદીય સ્થાયી સમિતિએ લોકસભા કાયદા અને ન્યાય મંત્રાલય ને લગતી અનુદાન માંગણીઓ માટેની સમિતિના 107 અહેવાલ પર લેવાયેલી કાર્યવાહી પર તેનું 109 અહેવાલ રજૂ કર્યો છે.

સમિતિના અહેવાલમાં તેની અગાઉના પ્રસ્તાવનો ઉલ્લેખ કર્યો છે. જેમાં તેણે દેશમાં સામાન્ય મતદાન યાદી બનાવી તેની ભલામણ નો પુનોચાર કર્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *