Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આપ દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત, લોકોને આપવામાં આવ્યું ગેરંટી કાર્ડ, ભાજપ-કોંગ્રેસમાં પડઘમ - GUJJUFAN

આપ દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત, લોકોને આપવામાં આવ્યું ગેરંટી કાર્ડ, ભાજપ-કોંગ્રેસમાં પડઘમ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ રાજ્યના રાજકારણમાં પણ હલચલ જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર મનપાની ચૂંટણી માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. બધા પોતાની પાર્ટીઓનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે, ત્યારે ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને મોટી હલચલ જોવા મળી છે.

આમ આદમી પાર્ટી દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરીને લોકો પાસે જઈ રહી છે. દરેક પક્ષને જીતાડવા માટે ચૂંટણી ઢંઢેરો બહાર પાડતી હોય છે. પણ આમ આદમી પાર્ટી લોકો વચ્ચે ગેરેન્ટી કાર્ડ લઈને ગઈ છે.

આમ આદમી પાર્ટીના ગેરેન્ટી કાર્ડ માં સાત ગેરંટી છે. દરેક સરકારી શાળા નું નવીનીકરણ કરવામાં આવશે. તેમજ શાળામાં અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવશે. ગાંધીનગર શહેરમાં અંગ્રેજી મીડિયમની 10 આધુનિક સરકારી શાળાઓ ચાલુ કરવામાં આવશે. ગાંધીનગર શહેરમાં અદ્યતન સુવિધા સાથેની સેન્ટ્રલ લાઇબ્રેરી રીડિંગ રૂમ બનાવવામાં આવશે.

સરકારી પરીક્ષા ની તૈયારી માટે સરકારી કોચિંગ સેન્ટર બનાવાશે. ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત તમામ દવાખાને સુવિધાઓ વધારવામાં આવશે. ગાંધીનગર શહેરમાં સરકારી દવાખાનામાં તમામ પ્રકારના લોહી પેશાબ ની દવા તમામની નિ:શુક્લ કરવામાં આવશે.

ગાંધીનગર શહેરમાં હરતું ફરતું દવાખાનું ચાલુ કરવા તમામ સિનિયર સિટીઝનને સાઇટ દિવસે ઘરે બેઠા ફ્રી મેડીકલ ચેકઅપ કરવામાં આવશે. મિલકત વેરો 50 ટકા ઘટાડો કરવામાં આવશે.

વેપાર-ધંધાની જગ્યા નો વેરો નવેસરથી સમીક્ષા કરવામાં આવશે વપરાશ અને ભાડે આપેલી જગ્યા નો ફેરો એક સન્માન કરવામાં આવશે. નવા જોડાયેલ ગામડામાં વિસ્તારમાં જ સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી વેરાઓ નહિ લેવામાં આવશે.

નહીં.ટ્રેક્ટરના અનેક રસ્તા પર કોર્પોરેશન સંચાલિત આધુનિક એસટી બસ ચાલુ કરવામાં આવશે. સીટી બસમાં બહેનો અને વિદ્યાર્થીઓ સિનિયર સિટીઝન માટે મુસાફરી ફ્રી કરવામાં આવશે. સિટી બસના મહિલાઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા મુકવામાં આવશે.

ગાંધીનગર શહેરમાં મહિલા સ્પોટ એકેડમી બનાવવામાં આવશે. ગાંધીનગર શહેરમાં ક્રિકેટ એકેડેમી બનાવવામાં આવશે. સામાજિક પ્રસંગો માટે રંગમંચના ભાડામાં 50 ટકા રાહત આપવામાં આવશે. કોર્પોરેશન ને લગતી તમામ ફરિયાદ કરવા માટે હેલ્પ લાઈન નંબર સિસ્ટમ બનાવીશું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *