કોંગ્રેસના પાટીદાર નેતા નો મોટો દાવો, ભાજપના આ નારાજ નેતા કોંગ્રેસના સંપર્ક માં..
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળનાર ભુપેન્દ્ર પટેલ ના મંત્રીમંડળની આજે ગુરુવારે બપોરે 1: 30 રાજભવન ખાતે શપથ વિધિ છે. આ મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી અપનાવીને જૂના તમામ મંત્રીઓને પડતા મૂકવા માં આવ્યા છે. કારણ કે ભાજપના જૂના નેતાઓમાં ભારે નારાજગી ની પણ ચર્ચા છે. આની વચ્ચે કોંગ્રેસના ટંકારા ના ધારાસભ્ય લલિત કગથરા એ ભાજપના નારાજ નેતાઓ પોતાના સંપર્કમાં હોવાનો દાવો કર્યો છે.
કે દાવો કરતા કહ્યું છે કે, વખત આવશે ભાજપના આ ના રાજનેતાઓ ફરી સત્તા પરિવર્તન કરશે, અને ભાજપ સરકારને હલાવી દેશે અગતરાય દાવો કર્યો કે ગુજરાતમાં ભાજપમાં અસંતોષને નારાજગીને કારણે બહુ જલદી સત્તા પરિવર્તન થશે.
આજે ભુપેન્દ્ર પટેલ મંત્રીમંડળનો શપથવિધિ થવાની છે, ત્યારે ધારાસભ્યોને ફોન કરીને મંત્રી બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે હવે નવા મંત્રીમંડળમાં છ કેબિનેટ મંત્રીઓને સ્થાન મળી શકે છે. જ્યારે અન્ય ધારાસભ્યો અને રાજ્યકક્ષાના મંત્રી બની શકે છે.
આ કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રી
1- હર્ષ સંઘવી, MLA, મજુરા 2- નરેશ પટેલ, MLA, ગણદેવી 3- કિરીટસિંહ રાણા, MLA, લીમડી 4- અરવિંદ રૈયાણી, MLA, રાજકોટ દક્ષિણ 5- કનુ દેસાઈ, MLA, પાલડી 6- ઋષિકેશ પટેલ, MLA, વિસનગર 7- બ્રિજેશ મેરજા, MLA, મોરબી 8- કિર્તીસિંહ વાઘેલા, MLA, કાંકરેજ 9- મુકેશ પટેલ,MLA, ઓલપાડ 10- આર.સી.મકવાણા, MLA, મહુવા
11- જીતુ ચૌધરી, MLA, કપરાડા 12- રાઘવજી પટેલ, MLA, જામનગર ગ્રામ્ય 13- જીતુ વાઘાણી, MLA, ભાવનગર 14- મનીષા વકીલ, MLA, વડોદરા શહેર 15- દેવાભાઈ માલમ, MLA, કેશોદ 16- જેવી કાકડિયા, MLA, ધારી
17- જગદીશ પંચાલ, MLA, નિકોલ 18- ગજેન્દ્ર સિંહ, MLA, પરમાર 19- પ્રદીપ પરમાર, MLA, અસારવા 20- નિમિષા સુથાર, MLA, મોરવાહડફ 21- નીમાબેન આચાર્ય, MLA, ભુજ 22- રાજેન્દ્ર ત્રિવેદી, MLA, રાવપુરા 23- કુબેર ડિંડોરી, MLA, સતરામપુર
ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળી લીધો છે, અને આજે ભુપેન્દ્ર પટેલ ના નવા મંત્રીમંડળની સપથવિધી કાર્યક્રમ પણ શરૂ થઇ ગયો છે.
આ મંત્રીમંડળમાં બે મહિલાઓનો સમાવેશ કરાયો છે. આ મંત્રીમંડળમાં જેમનો સમાવેશ કરાશે તેમજ પ્રદેશ ભાજપમાં તરફથી ફોન આવવા માંડ્યા છે. અને સપથવિધી કાર્યક્રમ પણ શરૂ થઇ ગયો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!