2022 પહેલા આમ આદમી પાર્ટી નો મોટો નિર્ણય, અરવિંદ કેજરીવાલને ફરી પાર્ટીમાં આ મોટું સ્થાન આપ્યું..
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ને ફરી એકવાર આમ આદમી પાર્ટીના સંયોજક તરીકે ચૂંટવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠક યોજાઇ હતી. જેમાં રાષ્ટ્રીય કાર્યક્રમ ની ચૂંટણી કરવામાં આવી, જે ચૂંટણીમાં કેજરીવાલ ફરી બાજી મારી ગયા.
આપને જણાવી દઇએ કે સતત ત્રીજી વખત આમ આદમી પાર્ટી દ્વારા કેજરીવાલે રાષ્ટ્રીય સંયોજક બનાવવામાં આવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં આમ આદમી પાર્ટીમાં ઘણાં ફેરફાર કરવામાં આવ્યા છે.
પાર્ટી દ્વારા એવો પહેલો એવો નિયમ બનાવવામાં આવ્યો હતો કે ત્રણ વર્ષ કરતાં વધુ કોઈ પણ નેતા કાર્યકાળમાં નહીં રહે પરંતુ બાદમાં આ વર્ષે આ નિયમ બદલી કાઢવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આવતા વર્ષે ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જેમા આમ આદમી પાર્ટી જોર જોશથી તૈયારી કરી રહી છે જેમાં ખાસ કરીને પંજાબ માપ તેઓ જીતશે એવો દાવો પણ કરી રહી છે.
તે સિવાય આમ આદમી પાર્ટી ઉત્તરાખંડના મેદાનમાં પણ ઉતરી છે. જ્યાં તેમણે પોતાના મુખ્યમંત્રી કોણ હશે તે પણ જાહેર કરી દીધું છે. કેજરીવાલ આમ આદમી પાર્ટીમાં રાષ્ટ્રીય સંયોજક તરીકે ચૂંટાયા છે.
2022 પહેલા આમ આદમી પાર્ટી નો મોટો નિર્ણય લેવાયો છે. પાંચ વર્ષના કાર્યકાળ માટે કેજરીવાલ રહેશે રાષ્ટ્રીય સચિવ.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!