સમાચાર

નીતિન પટેલે આપ્યા મોટા સંકેત, આ ઉમેદવારોને ટિકિટ નહીં મળે, જાણો.

કેન્દ્રીય મંત્રીમંડળના આદેશને પગલે ગુજરાતમાં પાર્ટી એવા ઉમેદવારો પસંદ કરશે કે, જેવો ભણેલા હશે. એક સારી શરૂઆત નો નિર્દેશ ગુજરાતમાં વિધાનસભાની 2022માં આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં લઈને પ્રદેશ ભાજપે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતને મોટું હથિયાર બનાવ્યુ છે. જો તેમ થશે તો ચૂંટણીમાં અભણ ઉમેદવારો પસંદ કરવામાં નહીં આવે.

રાજ્યમાં આવતા વર્ષે નવેમ્બર મહિનામાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અગાઉ જાહેર કરી ચૂક્યા છે કે, વિધાનસભાની ચૂંટણી લડતા ઉમેદવારો માટે ઉંમરને કોઈ બાધ નથી.

60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા લોકો ઉમેદવાર બની શકે છે, પરંતુ હવે એક શરત નવી ઉમેરવામાં આવી રહી છે. રાજ્યમાં સ્થાનિક ચૂંટણીમાં જેવી કે લાયકાત હતી તેવી શિક્ષણ ની લાયકાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર માટે નિયત કરવામાં આવી રહી છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, શિક્ષણ લીધા વિના કોઈનો ઉદ્ધાર થાય તેમ નથી, તેથી અમારા પ્રદેશ પ્રમુખ એવું નક્કી કર્યું છે કે, કોઈને પણ ચૂંટણીમાં ટિકિટ જોઈતી હશે, તો તે વ્યક્તિ ભણેલો હોવો જોઈએ.

તેમણે શૈક્ષણિક કાર્યક્રમ માં પ્રવચન કરતાં કહ્યું હતું કે, ઉમેદવાર ભણેલો હોવો જોઈએ. તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ માંને છે, તેથી અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શિક્ષણ પર વધારે ભાર મૂકયો હતો.

હવે વિધાનસભા તેમજ લોકસભાની ચૂંટણીમાં પણ શૈક્ષણિક લાયકાત જોવામાં આવશે. જો કે હજી પ્રદેશપ્રમુખ આર પાટીલે આ અંગે કોઈ જોગવાઈ કે, કોઈ બયાન આપ્યું નથી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *