Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
વરસાદને લઈને આવ્યા મોટા સમાચાર, હવામાન વિભાગની મહત્વની આગાહી, જાણો. - GUJJUFAN

વરસાદને લઈને આવ્યા મોટા સમાચાર, હવામાન વિભાગની મહત્વની આગાહી, જાણો.

રાજ્યમાં વરસાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં વરસાદની બ્રેક લાગેલો છે, અને હવે તેની જાણકારી સામે આવી રહી છે કે, રાજ્યમાં હજુ ભારે વરસાદ માટે રાહ જોવી પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

તેની સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની શક્યતા નહિવત્ જોવા મળી રહી છે.

વાદળછાયુ વાતાવરણ વચ્ચે ભારે વરસાદ પડશે નહીં. જ્યારે રાજ્યમાં વરસાદના વિરામને કારણે ખેડૂતોની ચિંતામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કેમકે, ચોમાસું પાક નું વાવેતર કરી દેવામાં આવ્યું હોવા છતાં હજુ પણ વરસાદમાં વિલંબ થઈ રહ્યો છે.

જેને કારણે ખેડૂતોની ચિંતામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, અને પાકને નુકસાન થઈ રહ્યું છે. સાથે સાથે નદી-નાળા અને જળાશયોમાં પાણીનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને કારણે ખેડૂતોના ખેતર માટે સિંચાઈ યુક્ત પાણી મળ્યું નથી.

ગુજરાતના છૂટા-છવાયા પંથકમાં હળવાથી મધ્યમ ઝાપટા નો વરસાદ પડી શકે છે. રાજ્યના વધારે વિસ્તારમાં તાપમાન 31 થી 35 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ સપ્તાહ પછી આવતા સપ્તાહમાં વાતાવરણમાં ફેરફાર થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 49 ટકા વરસાદની ઘટ છે, ત્યારે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજુ વરસાદ લંબાશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *