ગુજરાત માં આવનારી આગામી ચૂંટણીને લઈને આવ્યા મોટા સમાચાર

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા રાજ્યમાં ગામ પંચાયતની ચૂંટણી યોજાય તેવા ભણકારા વાગી રહ્યા છે. એ મહત્વનું છે કે, ચૂંટણી પહેલાં રાજ્ય મંત્રીમંડળની લઈને રાજ્યના મુખ્યમંત્રી સુધી રકમ ફેરફારો કરવામાં આવ્યા છે. ત્યારે હવે આ વર્ષના અંત સુધી ગામ પંચાયતની ચૂંટણી યોજાય તેવું લાગી રહ્યું છે.

ચૂંટણી પંચ દ્વારા આ વખતે ગામ પંચાયતની ચૂંટણીમાં ઈવીએમ મશીનોનો ઉપયોગ નહીં થાય તેવા નિર્દેશ કર્યા છે. આ વખતે ગામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બેઠકો પ્રમાણે એવીએમ મશીન વ્યવસ્થા ન હોવાથી બેલેટ પેપરથી ચૂંટણી યોજાય તેવી જાહેરાત કરવામાં આવી છે.

મહત્વનું છે કે, રાજ્યમાં આગામી સમયમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં તાજેતરમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે.

અને તેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે ગ્રામ પંચાયતની ચૂંટણી પણ પડકાર બનીને આવી છે.

રાજ્ય ચૂંટણી પંચે આ ચૂંટણીઓ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આગળની રણનીતિ પણ બનાવી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *