વિશ્વ બજારમાં ખાદ્ય તેલના ભાવને લઈને આવ્યા મોટા સમાચાર, ગૃહિણીઓમાં..

તેલ ખરીદી કરવા માંગતા હોય તેની માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા એકથી દોઢ મહિનામાં સીંગતેલ બજાર સ્થિર રહ્યા બાદ ફરી સીંગતેલમાં તેજી જોવા મળી છે. સીંગતેલમાં ડબ્બે રૂપિયા વધારા સાથે 15 કિલ્લા ના ડબ્બા ના ભાવ માં 2300 રૂપિયા સુધી પહોંચી ગયો છે. સીંગતેલની સાથે-સાથે કપાસિયા તેલ અને પામોલિનમાં પણ તેજી જોવા મળી રહી છે.

કપાસિયા તેલ અને પામોલિનમાં છેલ્લા એક મહિના ના ભાવમાં 90 થી 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. સિંગતેલના ભાવ 2250 લઈને 2300 રૂપિયા બોલી રહ્યા છે.

જ્યારે કપાસિયા તેલના ભાવ 2180 થી લઈને 2230 રૂપિયા બોલાઇ રહ્યા છે. ત્યારે પામોલીન તેલ ના ભાવ 1980 થી લઈને 2050 રૂપિયા બોલાઇ રહ્યા છે.

સોયાબીન તેલ નો ભાવ 2150 થી લઈને 2200 રૂપિયા બોલાય છે. સામાન્ય રીતે સિંગતેલ કરતાં કપાસિયાનું તેલ 700 રૂપિયા ઊંચી કિંમતનું હોય છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વધારો થતાં કપાસિયા તેલ અને સીંગતેલમાં લગભગ સરખા ભાવે થઈ ગયા છે.

જેના કારણે લોકોએ સીંગતેલ ખાવાનું પસંદ કરી રહ્યા છે. સામાન્ય રીતે મધ્યમવર્ગીય પરિવાર કપાસિયા તેલ ઓછો ભાવ હોવાના કારણે ખરીદતા હોવાનું પસંદ કરતા હોય છે,

પરંતુ આ વર્ષે બંને ના ભાવ લગભગ સરખા હોવાને કારણે ખાદ્ય તેલના વેપારી કપાસિયા તેલ ને બદલે સીંગતેલ ખરીદી કરી રહ્યા હોય તેવું કહી રહ્યા છે.

ખાદ્યતેલના વેપારી ભાવેશ પોપટ ના કહેવા પ્રમાણે મોટાભાગે ગુજરાતીઓ ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં બારે મહિનાના તેલની ખરીદી કરતા હોય છે. આ વર્ષે કપાસિયા તેલ અને સીંગતેલમાં ભાવ લગભગ સરખા હોવાના કારણે લોકો સીંગતેલ તરફ વળ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *