ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાના ભાવમાં સૌથી મોટો ઉછાળો, ભાવ પહોંચ્યા 4040 ને પાર..

ગોંડલ અને જેતપુર ના માર્કેટ યાર્ડ માં લાલ મરચાંની આવક શરૂ થઈ ગઈ છે. જેતપુર માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ઓનલાઇન પદ્ધતિ કરવામાં આવી છે. હજુ તો મરચા ની સિઝન શરૂ થઈ છે અને શરૂઆતમાં જ ભાવ વધારે જોવા મળી રહ્યા છે. મસાલા ની સિઝન શરૂ થાય ત્યારે આ ભાવ વચ્ચે તે ચોક્કસ છે અહીં રોજ 700 ભારી નું વેચાણ થઈ રહ્યું છે.

જેમાં ગત વર્ષ કરતા આ વર્ષની શરૂઆતમાં 1950થી લઈને 2950 રૂપિયા નું વેચાણ થઈ રહ્યું છે. દેશભરમાં પ્રખ્યાત સૌરાષ્ટ્રના લાલ મરચાંની આવક શરૂ થઈ ગઈ છે. ખેડૂતોને ગત વર્ષ કરતા શરૂઆતમાં જ સારા ભાવ મળી રહ્યા છે.

સાથે સાથે આ વર્ષે વધુ ભાવ રહેવાની શક્યતા એ મરચા ગૃહિણીના રસોડાની તીખાશ પણ વધારશે. સૌરાષ્ટ્રમાં રેશમ પટ્ટો અને અન્ય મરચાની દેશભરમાં ખૂબ જ માંગ રહે છે, અને હાલ તેની સિઝન શરૂ થઈ ગઈ છે.

જેમાં આ મરચાંની જેતપુર માર્કેટિંગ યાર્ડ માં મરચાંની આવક શરૂ થઈ ગઈ છે. જેમાં રેશમ પટ્ટો મરચાની આવક ધૂમ મચાવી છે ગત વર્ષ કરતા આ વર્ષની શરૂઆતમાં 1900 થી 3035 રૂપિયા થી સુધી વેચાણ થઈ રહ્યું છે.

ખેડૂતો પણ પાક નો ભાવ વધારે મળતા ખેડૂતોમાં ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. કારણ કે તેઓ ગત વર્ષની સરખામણીએ 380 રૂપિયા વધારે મળી રહ્યા છે.

આવતા દિવસોમાં આ ભાવ 3500 રૂપિયાથી વધીને 4040 રૂપિયા સુધી જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે ખેડૂતોના કહેવા મુજબ માર્કેટિંગ યાર્ડ દ્વારા ઓનલાઈન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *