ઘઉંની માંગ વધતા ભાવ માં સૌથી મોટો ઉછાળો, આ વર્ષે પહેલીવાર ભાવ આટલા હજારને પાર

ગુજરાતમાં ત્રણ પ્રકારના ઘઉં થાય છે, રજવાડી શરબતી અને ભાલીયા. છેલ્લા 75 વર્ષથી અનાજ પેઢી ચલાવતી હિમાંશી બેન શાહે કહ્યુ કે, 75 વર્ષના આટલો બધો ભાવ પહેલી વાર થયો છે. ભારત છેલ્લા પાંચ પાકની સીઝન થી રેકોર્ડબ્રેક ઉત્પાદન થઈ રહ્યું છે.આ કારણોસર ભારત પાસે ઘઉંનો પૂરતો વધારાનો જથ્થો છે. જે તેની નિકાસ કરી શકે છે, આ વખતે હવે ઘઉંની લણણીની મોસમ શરૂ થઈ ગઈ છે.

આ વખતે પણ રેકોર્ડ ઉત્પાદનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ડીસાના માર્કેટિંગ યાર્ડ ઘઉં સરેરાશ ભાવ ક્વિન્ટલદીઠ 2500 રુપીયા થી લઈને મહત્તમ ભાવ 3150 રૂપિયા પહોંચી ગયો છે.

ભેસાણા માર્કેટયાર્ડમાં ઘઉંના સરેરાશ ભાવ ક્વિન્ટલદીઠ 2016 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2550 રૂપિયા જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા માંગરોળ 2442 રૂપિયાથી લઈને 2580 રૂપિયા સુધી બોલાય રહ્યો છે.

દાહોદના માર્કેટમાં ઘઉંનો ભાવ ક્વિન્ટલદીઠ 2500 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2540 રૂપિયા બોલાય રહ્યો છે. દહેગામ માર્કેટ યાર્ડ નો ભાવ 2375 રૂપિયાથી લઈને 2570 રૂપિયા બોલાય રહ્યો છે.

જસદણના માર્કેટયાર્ડમાં ઘઉંના સરેરાશ ભાવ ક્વિન્ટલદીઠ 2500 રુપીયા થી લઈને 2530 રૂપિયા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાલનપુરના માર્કેટયાર્ડમાં ઘઉંના સરેરાશમાં 2342 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2560 રૂપિયા બોલી રહ્યો છે.

રાજકોટ ધોરાજી માર્કેટ યાર્ડ ના ભાવ ક્વિન્ટલદીઠ 2250 રુપીયા થી લઈને 2300 રૂપિયા અને પાર પહોંચી ગયો છે. માર્કેટયાર્ડમાં ઘઉંનો ભાવ 2375 રૂપિયાથી લઈને 2675 રૂપિયા બોલાવી રહ્યો છે.

વાંકાનેર માર્કેટ યાર્ડ ના ઘઉં નો ભાવ 2225 રૂપિયાથી લઈને 2390 રૂપિયા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *