Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર, આ દિગ્ગજ નેતા સામેલ થયા ભાજપમાં... - GUJJUFAN

વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર, આ દિગ્ગજ નેતા સામેલ થયા ભાજપમાં…

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપમાં અનેક દિગ્ગજ નેતા જોડાયા છે. ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દરેક પાર્ટીઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે દેશની સૌથી મોટું રાજ્ય વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે મોટી ઉથલપાથલ મચી ગઈ છે.

ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણી સેમિફાઇનલ ગણવામાં આવી રહી છે. ત્યારે અખિલેશ યાદવને યોગી આદિત્યનાથ વચ્ચે સૌથી મોટી ટક્કર દેખાઈ રહી છે.

ત્યારે આજરોજ ભાજપે મોટો દાવ ખેલ્યો છે. મુલાયમસિંહના પરિવારમાં તિરાડ પડી છે. મુલાયમ સિંહ યાદવ ની નાની વહુ અપર્ણા યાદવ એ ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ધારણ કર્યો છે.

દિલ્હી ખાતે તેઓ ભાજપમાં જોડાયા છે. અપૂર્ણ યાદવ આ પહેલા ઘણીવાર યોગી આદિત્યનાથ ના વખાણ કરી ચુક્યા છે. એવામાં આજે અધિકારીક રીતે તેઓ ભાજપમાં જોડાયા છે.

આ પહેલા અપૂર્ણાંક યાદવે વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. પરંતુ તેઓ હારી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા દસ દિવસમાં સમાજવાદી પાર્ટીએ ભાજપના ઘણા નેતાઓ તથા દિગ્ગજ મંત્રીઓ અને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા છે.

ત્યારે ભાજપે મુલાયમસિંહ યાદવના પરિવાર જ ફટકો પડયો છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ પક્ષ પલટાનો દોર શરૂ થઇ ગયો છે. આ પહેલા ભાજપના કેટલાક દિગ્ગજ નેતાઓ અન્ય પાર્ટીમાં જોડાયા છે. તો ભાજપે પણ ઘણા નેતાઓને સામેલ કર્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *